રકુલપ્રીત સિંહે જેકી ભગનાની સાથે તેની રિલેશનશિપ ઓફિશિયલ કરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રકુલપ્રીત સિંહે જેકી ભગનાની સાથે તેની રિલેશનશિપ ઓફિશિયલ કરી

રકુલપ્રીત સિંહે જેકી ભગનાની સાથે તેની રિલેશનશિપ ઓફિશિયલ કરી

 | 5:23 am IST
  • Share

રકુલપ્રીતસિંહે કહ્યું કે, તું આ વર્ષની સૌથી મોટી ગિફ્ટ છે

બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રીતસિંહે તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો. તેણે સોશિયલ મીડિયા પોસ્ટે દરેકને આૃર્યમાં મૂક્યા. રકુલપ્રીતે આ ખાસ દિવસ પર પ્રોડયૂસર જેકી ભગનાની સાથે તેના રિલેશનશિપને લઈને ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી દીધું છે. રકુલપ્રીતે તેની અને જેકીનો એક ફોટો પોસ્ટ કર્યો છે. તેણે જેકીને આ વર્ષની સૌથી મોટી ગિફ્ટ ગણાવી છે. બર્થ ડે ગર્સે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી લખ્યું, થેન્ક્યૂ માય લવ… તંુ આ વર્ષની મારી સૌથી મોટી ગિફ્ટ છે. મારી લાઇફને કલરફુલ બનાવવા માટે થેન્ક્યૂ. મને નોનસ્ટોપ હસાવવા માટે ધન્યવાદ. અહીં અમે ઘણી મેમરીઝ બનાવી છે તેણે જેકીની પોસ્ટ પર ટેગ કર્યું છે. રકુલપ્રીતની આ પોસ્ટ પર ઇન્ડસ્ટ્રીઝના કેટલાય મિત્રોએ કમેન્ટ કરવાની શરૂઆત કરી દીધી છે. જેકી પણ આ ફોટોને પોતાના એકાઉન્ટ પર શેર કરતા લખ્યું કે , તારા વગર દિવસ દિવસ જ નથી લાગતો. તારા વગર ડિલિશિયસ ખાવાનું ખાવાની પણ મજા નથી આવતી. સૌથી સુંદર સોલને જન્મદિવસની શુભેચ્છાઓ, જે મારા માટે દુનિયાનું છે. તારી સ્માઇલ ચમકતી રહે. હેપ્પી બર્થડે માય લવ.. આ સાથે તેણે રકુલપ્રીતને પોસ્ટ પર ટેગ પણ કરી.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો