રજનીકાંતનાં પ્રસંશકોએ 'કબાલી'ની સફળતા માટે કર્યુ કંઇક એવું કે જાણીને તમે પણ થઇ જશો છક - Sandesh
  • Home
  • Entertainment
  • રજનીકાંતનાં પ્રસંશકોએ ‘કબાલી’ની સફળતા માટે કર્યુ કંઇક એવું કે જાણીને તમે પણ થઇ જશો છક

રજનીકાંતનાં પ્રસંશકોએ ‘કબાલી’ની સફળતા માટે કર્યુ કંઇક એવું કે જાણીને તમે પણ થઇ જશો છક

 | 2:10 pm IST

સુપરસ્ટાર રજનીકાંત માટે પ્રસંશકોની દીવાનગી જગજાહેર છે. રજનીકાંતનાં પ્રસંશકો તેમને ભગવાન માને છે. હવે રજનીકાંતની ફિલ્મ ‘કબાલી’ને રિલીઝ થવામાં વધારે સમય બચ્યો નથી ત્યારે બુધવાર સવારથી જ રજનીકાંતનાં પ્રસંશકોનો જમાવડોમં દિરોમાં જોવા મળી રહ્યો છે. બધા જ લોકો પોતાના ફેવરેટ સુપરસ્ટારની ફિલ્મની સફળતા માટે દુવાઓ માંગી રહ્યાં છે. ચેન્નઇનાં કપાલીશ્વર મંદિરમાં રજનીકાંત ફેન ક્લબ આરબીઆઇએસે પુજા કરી હતી. આ ફિલ્મમાં રજનીએ જે રિયલ લાઇફ ડોનની ભૂમિકા કરી છે, તે મલયાપુરનો હતો.

આ ફેન ક્લબનાં પ્રેસિડેન્ટનું કહેવુ છે કે, ”અમે ઇચ્છીએ છીએ કે ‘કબાલી’ ફિલ્મ સફળ રહે. પરંતુ અમે આ પુજા રજનીકાંતને નેશનલ એવોર્ડ મળે તે માટે કરી રહ્યાં છીએ. ‘મલ્લુમ માલારૂમ’માં રજનીકાંત નેશનલ એવોર્ડ મેળવી શક્યા નહતા. આ ફિલ્મમાં રજનીકાંતની ભૂમિકા દમદાર છે. માટે અમે ઇચ્છીએ છે કે આ વખતે સરકાર તેમને નેસનલ એવોર્ડ આપે”.

રજનીકાંતની ફિલ્મ રિલીઝ થયા પહેલા રજનીનાં પોસ્ટર પર દૂધથી અભિષેક કરવો અને ફટાકડા ફોડવા તે એક આમ વાત છે. રજની ફેન ક્લબનાં મિડિયા વિંગને મેનેજ કરનારા નિતિશનું કહેવુ છે કે, ”અમે જરુરીયાતમંદ બાળકો અને વૃદ્ધો માટે સ્પેશ્યલ સ્ક્રિનિંગ રાખીશુ. અમે મજૂરોને 100 હેલ્મેટ આપી રહ્યાં છીએ, કારણ કે રજની આ ફિલ્મમાં એક મજૂરની ભૂમિકા કરી રહ્યાં છે. અમે બ્લડ ડોનેશન કેમ્પનાં આયોજનની સાથેસાથે જરુરીયાતમંદ લોકોને જમવાનું પણ પુરુ પાડીશું”.