રજનીકાંતની 'કબાલી' પણ રીલિઝ પહેલા લીક, આ વેબસાઇટ પરથી થાય છે ડાઉનલોડ - Sandesh
  • Home
  • Entertainment
  • રજનીકાંતની ‘કબાલી’ પણ રીલિઝ પહેલા લીક, આ વેબસાઇટ પરથી થાય છે ડાઉનલોડ

રજનીકાંતની ‘કબાલી’ પણ રીલિઝ પહેલા લીક, આ વેબસાઇટ પરથી થાય છે ડાઉનલોડ

 | 5:25 pm IST

રજનીકાંતની ‘કબાલી’ રીલિઝના ત્રણ દિવસ પહેલા જ લીક થઇ ગઇ છે. ડાર્ક વેબ પર તેની અનેક ડાઉનલોડ લિંક હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જો કે ફિલ્મમેકર આ લિંકને દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે. આ જ વેબસાઇટ પર ‘ઉડતા પંજાબ’ અને ‘સુલ્તાન’ પણ લીક થઇ હતી. સાઉથ ઇન્ડિયામાં અનેક જગ્યાઓ પર કબાલીની ટિકિટને લઇને મારામારી જોવા મળી રહી છે.

ચેન્નઇ અને બેંગલુરૂમાં અનેક કંપનીઓએ ફિલ્મ રીલિઝ(22 જુલાઇ)ના દિવસે રજા જાહેર કરી છે. મળતી માહિતી અનુસાર કર્મચારીઓ માસ લીવ અથવા તો સિક લિવ પર જવાના હોવાથી કંપનીએ પહેલાથી જ રજા જાહેર કરી દીધી છે.
 
ચીનમાં 4500 સ્ક્રીન પર થશે કબાલી રિલીઝ
જો કે આ ફિલ્મ કેટલીક બાબતોમાં નવાઈ પમાડનારી છે. પહેલીવાર ઉત્તર ભારતની 1000 સ્ક્રીન પર દક્ષિણ ભારતીય ફિલ્મ રિલીઝ થઇ રહી છે. ‘કબાલી’ એક એવી પહેલી ફિલ્મ છે જે એશિયાના લગભગ બધાં જ દેશોમાં રિલીઝ થવાની છે. આ જાણવું વધારે રસપ્રદ છે કે, માત્ર ચીનમાં જ 4500 સ્ક્રીન પર આ ફિલ્મ રિલીઝ થવાની છે. મલેશિયા, ઈંડોનેશિયા અને જાપાનમાં પણ આશરે 300-300 સ્ક્રીનો પર ‘કબાલી’ જોવા મળશે.

રીલિઝ થતા પહેલા ફિલ્મએ કરી 200 કરોડથી વધુની કમાણી
એક રિપોર્ટના જણાવ્યા અનુસાર રજનીકાંતની ‘કબાલી’ એ રીલિઝ પહેલા જ સેટેલાઇટ અને ડિસ્ટ્રિબ્યૂશન રાઇટ્સ વેંચીને 200 કરોડની કમાણી કરી છે. જ્યારે ફિલ્મનું બજેટ 160 કરોડ રૂપિયા છે. આ ફિલ્મને મલેશિયા, ચાઇનીઝ અને થાઇ લેંગ્વેજમાં ડબ કરવામાં આવી છે.

ટિકિટ ન મળવાથી ફેન્સ થયા નિરાશ
તમિલનાડુમાં મોટાભાગના મલ્ટિપ્લેક્સમાં મંગળવાર અને બુધવારે એડવાન્સ બુકિંગ શરૂ થયું હતુ, ત્યારે ચેન્નઇમાં અનેક થિયેટરમાં રવિવારે જ  એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું હતું. તેની દરેક ટિકિટ વેચાઇ ગઇ હતી. ‘કબાલી’ની ટિકિટ ન મળવાથી ફેન્સ નિરાશ થયા છે.

જાણો શું કહ્યું ફિલ્મ વિશે કલાઇપૂલીએ…
ફિલ્મનાં પ્રોડ્યુસર કલાઈપૂલી થાનૂનું કહેવું છે કે, ‘જો તમે બેંગ્લોર જઈને કબાલી ફિલ્મ જોશો તો ટિકિટની કિંમત 1500 રૂપિયા હશે, પરંતુ તમિલનાડુમાં કબાલી જોશો તો ટિકિટની કિંમત 120, 80 કે 50 રૂપિયા જ હશે. હવે તેવામાં કલ્પના કરો કે આવી રીતે ફિલ્મ 200 કરોડની કમાણી કરવા જઈ રહી છે, નહીંતર તો સુલ્તાનથી 10 ગણી વધારે આ ફિલ્મની કમાણી હોત.’ કબાલીના ટીઝરની વાત કરીએ તો તેને સુલ્તાનના ટીઝર કરતા પણ વધુ વખત જોવામાં આવ્યું છે.