રજનીકાંતની રિલીઝ ડેટ પર રજા જાહેર થાય તો નવાઈ ન કહેવાય, વાંચો સમગ્ર અહેવાલ - Sandesh
  • Home
  • Entertainment
  • રજનીકાંતની રિલીઝ ડેટ પર રજા જાહેર થાય તો નવાઈ ન કહેવાય, વાંચો સમગ્ર અહેવાલ

રજનીકાંતની રિલીઝ ડેટ પર રજા જાહેર થાય તો નવાઈ ન કહેવાય, વાંચો સમગ્ર અહેવાલ

 | 6:46 pm IST

જેમ જેમ ફિલ્મ કબાલીના રિલીઝના દિવસો ઘટી રહ્યાં છે તેમ તેમ સવાલના જવાબ પણ સરળ થતા જાય છે કે ભારતમાં શાહરુખ-સલમાનનો ક્રેઝ વધારે છે કે રજનીકાંતનો.

બોલિવુડમાં ખાસ કરીને સલમાન જ્યારે પોતાની કોઈ ફિલ્મ રિલીઝ કરે છે, તો તેમાં બધાની નજર તેની રિલીઝ ડેટ(ઈદ) પર જ હોય છે. બિઝનેસ પ્રમાણે ઈદ પર ફિલ્મ રિલીઝ કરવી તે તો ખૂબ જ ફાયદાની વાત છે, કેમ કે એક તો ત્યોહારનો માહોલ અને બીજુ રજા. આ દિવસે કોઈ પણ સમય કાઢી પોતાના પ્રિય ભાઈજાનની ફિલ્મ જોવા પહોંચી જાય છે. સાથે સાથે સલમાન પણ આ વાત જાણે છે જેથી તેણે આ દિવસોમાં વર્ષો વર્ષ 2009માં વોન્ટેડ, 2010માં દબંગ, 2011માં બોડીગાર્ડ, 2012માં એક થા ટાઈગર, 2014 કિક, 2015 બજરંગી ભાઈજાન અને આખરે 2016માં સુલ્તાન રિલીઝ કરી.

પરંતુ જ્યારે રજનીકાંતની વાત આવે છે ત્યારે કોઈ તહેવાર કે રજાની  તારીખ જોવામાં નથી આવતી. જે દિવસે રજનીકાંતની ફિલ્મ રિલીઝ થાય છે તે દિવસે જ રજા ઘોષિત કરવામાં આવે છે. આ કોઈ રજનીકાંતનો વધુ એક જોક્સ નથી પરંતુ સાચી વાત છે. રજનીકાંતની ફિલ્મ કબાલી 22 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. આ અવસર પર ચૈન્નઈ અને બેંગલોરમાં કેટલીક કંપનીઓએ 22 જુલાઈના રોજ રજા ઘોષિત કરી દીધી.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતના ભગવાન રજનીકાંતને પદડા પર જોવા માટે દક્ષિણનો દરેક માણસ દીવાનો છે. રિલીઝ થવાના દિવસે કોઈનું કામમાં મન લાગતું નથી. લોકો પહેલાથી જ ઓફિસમાં રજાની અરજીઓ આપી દે છે અને મોટાભાગના તો તે દિવસે બીમાર પણ પડી જાય છે. કેટલીક નવી કંપનીઓતો તેમના કર્મચારીઓ અને પરિવારના સદસ્યો માટે કબાલીની ટિકિટ ગીફ્ટ કરી રહી છે. માહિતી અનુસાર કેટલીક જગ્યાએ રજનીકાંતના ડાઈ હાર્ડ સાઉથ ફેન એવી વાતો કરી રહ્યાં છે કે રજનીકાંતની ફિલ્મ રિલીઝ થાય ત્યારે રજા રાખો, તો કેટલીક જગ્યાએ લોકો હાફ-ડેની માંગ કરી રહ્યાં છે.