રજનીકાંત, અક્ષય બાદ અજય દેવગણ બેઅર ગ્રીલ્સના શોમાં દેખાશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • રજનીકાંત, અક્ષય બાદ અજય દેવગણ બેઅર ગ્રીલ્સના શોમાં દેખાશે

રજનીકાંત, અક્ષય બાદ અજય દેવગણ બેઅર ગ્રીલ્સના શોમાં દેખાશે

 | 3:00 am IST
  • Share

ડિસ્કવરી ચેનલના મેન ર્વિસસ વાઈલ્ડ શોથી દુનિયાભરમાં જાણીતા બેઅર ગ્રીલ્સના શોમાં છેલ્લા કેટલાક સમયથી સેલિબ્રિટીઓને બોલાવીને સાહસ કરાવવાનું શરૂ થયું છે. અગાઉ રજનીકાંત અને અક્ષયકુમાર બેઅરના શોમાં જોવા મળી ચૂક્યાં છે. હવે આગામી એપિસોડમાં અજય દેવગણ પણ બેર સાથે ખતરનાક સાહસો કરતો જોવા મળશે. ઓટીટી પ્લેટફોર્મ ડિસ્કવરી પ્લસ પર બેઅર ગ્રીલ્સનો શો ભારતમાં ઘણો લોકપ્રિય છે અને તેનું ફેન ફોલોઈંગ પણ બહુ મોટું છે. ત્યારે ચેનલે અજય દેવગણ સાથેના એપિસોડની એક ટીઝર દ્વારા સોશિયલ મીડિયામાં જાહેરાત કરી દીધી છે. ટીઝરમાં અજય, ‘યે કોઈ ખેલ નહીં બ્રો…’ એમ કહેતો સાંભળી શકાય છે. સાથે જ દૃશ્યોમાં શાર્ક માછલીઓ બતાવાઈ છે. જેના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે બેઅર ગ્રીલ્સ સાથે અજયે ઘણી પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આ એપિસોડ 25મી ઓક્ટોબરે રાત્રે 8 વાગ્યે બતાવવામાં આવશે. બેઅર ગ્રીલ્સ અને અજય માલદીવમાં આ શોનો એક સાહસિક એપિસોડ શૂટ કરવાના છે. તેના માટે બંને માલદીવ પહોંચી ગયા છે. એક વાત એવી પણ છે કે અજયની સાથે એક અન્ય સેલિબ્રિટી પણ હશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો