રજાવળ અને પીંગળ ડેમમાં અડધો ઇંચ વરસાદ - Sandesh
  • Home
  • Bhavnagar
  • રજાવળ અને પીંગળ ડેમમાં અડધો ઇંચ વરસાદ

રજાવળ અને પીંગળ ડેમમાં અડધો ઇંચ વરસાદ

 | 12:05 am IST

ભાવનગર તા. ર૦

ભાવનગર જિલ્લાના કેટલાક ડેમ વિસ્તારમાં આજે બુધવારે અડધો ઇંચ વરસાદ પડયો હતો અને કેટલાક ડેમ વિસ્તારમાં ખાલી વરસાદી ઝાપટા પડયા હતા પરંતુ મેઘરાજા હજુ મન મુકીને નહી વરસ્તા ખેડુતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

હાલ ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદની તાતી જરૃરીયાત છે પરંતુ જોવે તેવો વરસાદ આવ તો નથી તેથી ખેડુતો સહિતના લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. હાલ જિલ્લામાં ખુબ જ ઓછો વરસાદ પડી રહ્યો છે, જેમાં આજે બુધવારે ભાવનગર જિલ્લાના રજાવળ ડેમ વિસ્તારમાં ૧ર મીલીમીટર અને પીંગળી ડેમ વિસ્તારમાં ૧૦ મીલીમીટર એટલે આ બંને ડેમમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડયો હતો, જયારે શેત્રુંજી ડેમ વિસ્તારમાં પ મીલીમીટર અને હણોલ ડેમ વિસ્તારમાં ૮ મીલીમીટર એટલે કે વરસાદી ઝાપટા પડયા હોવાનુ જાણવા મળેલ છે.

ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ભાવનગર જિલ્લામાં ઓછો વરસાદ છે અને હજુ ડેમ પણ ઘણા ખાલી છે તેથી ધોધમાર વરસાદની જરૃર છે પરંતુ મેઘરાજ રીસાય ગયા હોય તેમ વરસવાનુ નામ લેતા નથી. સારો વરસાદ કયારે પડશે તેની ખેડુતો સહિતના લોકો રાહ જોઈ રહ્યા છે.