રણુ તુલજાભવાની માતાના મંદિરમાં ચંડીયાગ યોજાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રણુ તુલજાભવાની માતાના મંદિરમાં ચંડીયાગ યોજાયો

રણુ તુલજાભવાની માતાના મંદિરમાં ચંડીયાગ યોજાયો

 | 3:15 am IST

માતાજીનું પટાંગણ માંના જયઘોષથી ગૂંજી ઉઠયું હતું ડડઃ વહેલીસવારથી મોડી સાંજ સુધીમાં અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો

 

ા પાદરા ા

પાદરાના રણુ ગામે તુલજાભવાની માતાજીના મંદિરના પટાંગણમાં દર્શને આવતા તમામ ભક્તોના શ્રોયાર્થે ચંડીયાગ યોજાયો હતો દરમ્યાન વહેલીસવારથી મોડી સાંજ સુધીમાં અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો

પાદરા રણું ગામે તુલજા ભવાની સંસ્થાના મંદિરમાં આસો નવરાત્રી દરમ્યાન પૂજા-અર્ચના સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાત્યારે નવરાત્રી દરમ્યાન પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે મહંત કવીન્દ્રગુરીજી દ્વારા માં ના દર્શને આવતા તમામ ભક્તોના શ્રોયાર્થે ચંડીયાગનું આયોજનકરવામાં આવ્યું હતું જેમાં પાદરા ના બ્રાહ્મણ મુન્ના મહારાજ સહિતના ૧૧ બ્રાહ્મણો દ્વારા વહેલી સવારથી ચંડીયાગ નો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવેલ હતો દરમ્યાન માતાજીનો હોમ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાસાંજના પાંચ કલાકે શ્રાીફ્ળ હોમવામાં આવેલ હતું દરમ્યાન મહાઆરતી પણ થવા પામી હતી દરમ્યાન માં ના સાનિધ્યમાં અનેક માઈભક્તોએ શ્રાીફ્ળ હોમી દર્શનનો લાભ લીધો હતો દરમ્યાન પાદરા ના દાનવીર શેઠ પરિવારના મુકેશભાઈ શ્રાોફ્, તેમના ધર્મપત્ની પરેશાબેનશ્રાોફ્ , પાદરા નગરપાલિકા પ્રમુખ પ્રવક્તા ચૈતન્યસિંહ ઝાલા તેમના ધર્મપત્ની સેજલબેન ઝાલા, પાતળિયા સોની સમાજના કાર્યકર્તા તેમજપાદરા શહેર તાલુકાના વેપારીઓ માં તુલજા ભવાની માતાજીના માં ના ભક્તો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન મહાઆરતીનો લાભ લઇ ભાવુક બન્યા હતા.

દરમિયાન માતાજીનું પટાંગણ માંના જયઘોષથી ગુંજી ઉઠયું હતું ભક્તો માં ના ચરણોમાં શિસ ઝુકાવી દર્શનનો લાભ લીધો હતો દરમિયાન મહંત કવીન્દ્રગીરીજી એ માં ભક્તોને આર્શીવચન આપ્યા હતા સમગ્ર પટરાંગણમાં ભક્તો માં નીભક્તિમાં લીન બન્યા હતા તા. ૧૫/૧૦/૨૦૨૧ ના રોજ દશેરાની ઉજવણી થશે તેમજ સાંજના પાંચ કલાકે પુર્ણાહુતી થશે દરમ્યાન પૂજા-અર્ચના તેમજ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે તેમજ માં ના જયઘોષ થી વાતાવરણગુંજી ઉઠશે.

પાદરા વાઘેશ્વરી માતાના મંદિરમાં આઠમે નવચંડી યાગ યોજાયો

 

પાદરા ઃ પાદરા નગર ઝંડાબજાર વિસ્તારમાં આવેલા વર્ષો જુના વાઘેશ્વરી માતાના મંદિરમાં નવરાત્રી દરમિયાન માતાજીના અનેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થતી હોય છે. જેમાં દર વર્ષે અખો નોમની ઉજવણી તેમજ હવન થતો હોય છે. આ વાઘેશ્વરી માતાના મંદિરનો વહીવટ શ્રાી માળી સોની સમાજ દ્વારા થતો હોય છે. આ મંદિરે માતાના ભક્તો સવાર સાંજ દર્શનાર્થે આવતા હોય છે. દરવર્ષે આ મંદિર ખાતે આઠમના દિવસે નવચંડી યાગની ઉજવણી થાય છે તે પ્રમાણે તા.૧૩/૧૦/૨૦૨૧ ના રોજ બુધવાર ના રોજ સવારથી જ સમાજ અને વહીવટકર્તાઓ દ્વારા યાગની ઉજવણી થઈ હતી. સાંજના યાગની સમાપ્તિ નાળિયેર હોમીને કરવામાં આવી હતી. જેમાંહજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ મંદિરના પૂજારી મુકેશભાઈ જોષી તેમજ રાજુભાઇ જોષીએ સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા ગોઠવી હતી. આ મંદિર પુરાણું હતું પણ સોની શ્રાીમાળી સમાજ અને નગરના દાતાઓ દ્વારા શીખરબદ્ધ મંદિર બનાવવામાંઆવેલ છે. આ નવચંડી યાગમાં સાત દંપતીએ પૂજામાં ભાગ લીધો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;