રણુ તુલજા ભવાની માતાના મંદિરે આઠમે ભક્તો ઊમટયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રણુ તુલજા ભવાની માતાના મંદિરે આઠમે ભક્તો ઊમટયા

રણુ તુલજા ભવાની માતાના મંદિરે આઠમે ભક્તો ઊમટયા

 | 2:30 am IST

નવરાત્રીને લઈને ભક્તોનો પ્રવાહ વધારે હોવાથી પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પાદરા પોલીસે સુરક્ષાને ધ્યાને લઇ વિવિધ જગ્યા પર પોલીસ બંદોબસ્તનું આયોજન

૧૫૦ વર્ષ જૂના ગાયકવાડ સરકારે અર્પણ કરેલા આભૂષણો સાતમના દિવસે તુલજા ભવાની માતાજીને ચઢાવવામાં આવે છે

ા પાદરા ા

પાદરાના રણુ ગામે માં તુલજા ભવાની માતાજીના મંદિરે ભક્તોએ આઠમા નોરતે આઠમના દિવસે માં તુલજા ભવાની માતાજીના દર્શનનો લાભ લઇ ધન્ય બન્યા હતા લાંબા સમય બાદ માં તુલજા ભવાનીનુ મંદિર પરિસર માંના જયઘોષથી ગુંજી ઉઠયુ હતુમહંત કવીન્દ્રગીરીજીએ સૌ માઈ ભક્તોને આર્શીવચન આપ્યા હતા. પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ માતાજીને ધજા અર્પણ કરવામાં આવી હતી

પાદરાના રણુ તુલજા ભવાની મંદિર ખાતે બુધવારે આઠમના દિવસે સેંકડોમાં ભક્તો દર્શનાર્થી ઉમટી પડયા હતા. શ્રાધ્ધાળુ ભક્તોએ પૂજાઅર્ચના કરી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી

આદ્યશક્તિ માં જગતજનની માતાના આરાધનાનું પર્વ એટલે આસો નવરાત્રી જેમાં વડોદરા જિલ્લાના પાદરા ના રણુ ગામે આવેલ તુલજા ભવાની માતાજીના મંદિરે અનેક ભક્તો દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ઉમટી પડે છે. જેમાં માતાજી ભક્તો ચૈત્રી નવરાત્રી , આસો નવરાત્રી આઠમના તહેવાર ના દિવસે મોટી સંખ્યા ઉમટી પડે છે 

રણુ ખાતે કોરોનાની મહામારીને લઈને મેળા બંધ રાખેલ હોવા છતાં વહેલી સવારથી માં ના ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હતું અનેક ભક્તો પગપાળા દર્શન કરવા જતાં જોવા મળ્યા હતા. મોડી રાત સુધી દર્શનનો લાભ લીધો હતો. મહંત કવીન્દ્રગીરીજી દ્વારા ભક્તજનોમાટે માતાના મંદિરનો દ્વાર ખુલ્લો મુકતાની સાથે જ માતાજીના મંદિરનુ પરિસર જયઘોષ સાથે ગુંજી ઉઠયું હતું

નવરાત્રિને લઈને ભક્તોનો પ્રવાહ વધારે હોવાથી પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પાદરા પોલીસે સુરક્ષાને ધ્યાને લઇ વિવિધ જગ્યા પર પોલીસ બંદોબસ્તનું આયોજન કર્યુ હતુ.   ૧૫૦ વર્ષ જુના ગાયકવાડ સરકારે અર્પણ કરેલા આભૂષણો , દાગીના જે સાતમના દિવસે માં તુલજા ભવાની માતાજીને ચઢાવવામાં આવે છે અને આઠમના દિવસે સૌ માં ભક્તોએ દર્શનનો લાભ લે છે, ઉપરાંત આજે બુધવારે વહેલી સવારે આરતી જવારા ની પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.   

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;