રતનપુરા ગામમાં બે રાત્રીના જ અંધારપટ રહેતા સુત્રોચ્ચાર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રતનપુરા ગામમાં બે રાત્રીના જ અંધારપટ રહેતા સુત્રોચ્ચાર

રતનપુરા ગામમાં બે રાત્રીના જ અંધારપટ રહેતા સુત્રોચ્ચાર

 | 3:07 am IST

પોલીસે સ્થળ પર પહોંચવુ પડયું

નસવાડી  

નસવાડી નજીક આવેલા રતનપુરા ગામમા બે રાત અને એક દિવસથી વીજપુરવઠો ઠપ હોઈ ગ્રામજનોએ મધ્ય ગુજરાત વીજ કંપની વિરુદ્ધ સુત્રોચાર કરી અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

નસવાડી નજીક આવેલા રતનપુરા ગામે મંગળવારના સાંજના ફ્ૂંકાયેલા વાવાઝોડામા ગામનું વિજ ટ્રાન્સફોર્મર બળી ગયું હોઈ મંગળવારની રાતે આખા ગામે અંધારા ઉલેચ્યા હતા. બુધવારની સવાર પડતા મધ્ય ગુજરાત વીજ કંપનીને વિજ ટ્રાન્સફોર્મર બળી ગયાનું ગ્રામજનોએ જણાવ્યું હતું, તેમ છતાં મોટું ગામ હોવા છતાંય આખો દિવસ વિજ  ટ્રાન્સફોર્મર આવ્યું હોય વીજ પુરવઠો શરૂ થતા રતનપુરાના ગ્રામજનો નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની પર આવ્યા હતા અને એમજીવીસીએલ વિરુદ્ધ ભારે સુત્રોચાર કરાયા હતા સાથે મધ્ય ગુજરાત વિજ કંપનીના બે જવાબદાર અધિકારી વિરુદ્ધ પણ સુત્રોચાર કર્યા હતા.

વધારે મામલો ગરમાતા અધિકારીએ પોલીસને ફેન કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. ગ્રામજનો લાઈટ વગર સતત બે રાત અને એક દિવસ રહ્યા હતા. નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની વિજ ગ્રાહકોનો પ્રશ્ન હલ કરતા કચવાટની લાગણી જન્મી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;