રત્નફળાદેશનો આધાર રત્નની પસંદગી ઉપર છે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • રત્નફળાદેશનો આધાર રત્નની પસંદગી ઉપર છે

રત્નફળાદેશનો આધાર રત્નની પસંદગી ઉપર છે

 | 2:40 am IST

રત્નપસંદગી પદ્ધતિ પ્રમાણભૂત પદ્ધતિ છે જે ઔરત્નવિદ્,ગ્રહવિદ્,જયોતિષવિદ્અને રત્ન પસંદગી શાસ્ત્રવિદ્ કરી શકે જે પ્રમાણભૂત ગણાય. કુંડળી શાસ્ત્રમાં ગ્રહોની ઉચ્ચ, નીચ સ્થિતિ, ગ્રહોની દ્રષ્ટિ, ગ્રહો ઉપર રાશિસ્વામી, નક્ષત્ર સ્વામિ અને મહાદશાના ગ્રહની શુભાશુભ અસર આ તમામનું અધ્યયન નિર્ણાયક રૂપે કરીને કરો નંગ ધારણ કરવો એનો નિર્દેશ થાય છે. નંગની ખબર પડે એટલે નંગના (રત્ન) ગુણધર્મો જાણવા જરૂરી બને. શેમાં ધારણ કરવું એ રત્ન પણ જાણવું પડે અને ધારણ કરતાં પહેલાંની રત્નસિદ્ધ કરવાની પદ્ધતિ પણ જાણાવી પડે. શુભમુહૂર્ત કાઢીને રત્ન ધારણ કરવું જોઈએ. બધું જ યથાર્થ હાય તો ભાગ્યબળની વૃદ્ધિ થાય છે અને રત્નફળે છે. ઘણાંને રત્નો ફળતા નથી કે લાભ મળતો નથી એનું સાચું કારણ બીજું જ હોય છે અને દોષ બીજા કારણથી કાઢવામાં આવે છે. રત્નશુદ્ધિશોધનારનું કરનારનું મન પણ શુદ્ધ હોવું જોઈએ રત્નને વીંટીમાં જડનારનું મન પણ શુદ્ધ હોવું જોઈએ અને પહેરનારનું મન પણ શુદ્ધ જ હોવું જોઈએ. તન, મનની શુદ્ધિથી આવેલું ધનશુદ્ધ જ હોય. રત્નચમત્કારનો લાભ મેળવનારાં ઘણાં છે. રત્નોમાં ભાગ્ય ચમત્કાર સર્જવાની શક્તિ છે. બે સામાન્ય પથ્થરને ઘસવાથી તણખો ઝરી શકે અને અગ્નિ પ્રગટ થઈ શકે તો રત્નોનાં પ્રભાવ તો કોઈ ઓર જ હોય. રત્ન જે રીતે ઝગારા મારે છે. એ રીતે ભાગ્યને ઝગારા મારતું કરી શકે છે. પારસમણિ પણ એક મણિરત્ન જ છે એને સ્પર્શ થાય એ સુવર્ણનું બની જાય તો એનાથી મોટો ચમત્કાર બીજો કયો હોય? રત્નનો પ્રાચીન ઉપયોગ રોગ ચિકિત્સામાટે ખાસ કરવામાં આવતો હતો. જેનાથી રોગનું મૂળ જડમૂળમાંથી કાઢી શકાતું હતું. ઘણી ઉંમર લાયક વ્યક્તિઓ લાંબા સમયથી પથારીવશ બનીને રોગસામે જરૂમતી હોય એવી વ્યક્તિઓને ખૂબ સારો લાભ માની શકે છે. આશયથી કેટલીક માહિતી આપવામાં આવી છે.

રત્નો દ્વારા ચિકિત્સા

આધુનિક ચિકિત્સા પદ્ધતિનો જોરદાર પર્યાય રત્ન ચિકિત્સા છે. એ રોગથી સદા માટે મુક્તિ મળી શકે છે

શુદ્ધ આલ્કોહોલમાં એક અથવા અડધો રતી ભારનો નંગ લઈ શુદ્ધ આલ્કોહોલથી ધોઈ ૧ ઔસની શીશીમાં નાંખી દેવો ઉપરથી ૧ ટીપું શુદ્ધ આલ્કોહોલનું એના પર રેડવું સાત દિવસ અંધારામાં અને સાત રાત અંધારા ખૂણામાં મૂકી રાખો સમય મર્યાદા પૂરી થાય એટલે શીશી કાઢીને થોડા સમય સુધી હલાવી એમાં ૧ ઔંસ વીસ સુગર ઓફ મીલ્ક (હોમિયોપેથમાં વપરાય છે) માં નાંખીને ઉપર નીચે હલાવી દેવી. આલ્કોહોલ એમાં ચૂસાઈ જશે. પછી સફેદ કાગળ ઉપર સૂકવીને શીશીમાં ભરી લેવી. રત્નોની ભસ્મ અને ચૂર્ણાથી પણ ઔષધિ તૈયાર થાય.

(૧) સૂર્યનું નંગ માણેક

૧. અજીર્ણ-ઉદરરોગ માટે

૨. ઠંડાપણું કે નપુંસકતા માટે

૩. હસી મટાડવા

૪. ઘા પડયો હોય અને લોહી નીકળતું હોય તો એ બંધ થઈ જાય છે.

૫. કેન્સરના દર્દીને માણોકની ભસ્મ અને પીપળાના પત્તાની ભસ્મ એક સાથે ચટાડવામાં આજે તો ગમે તેવું કેન્સર મટી જાય છે.

(૨) ચંદ્રનું મોતી

૧. સ્મરણશક્તિ, પાગલપન-ફેકરી-વાયુવિકાર કંપવાત માટે

૨. આંખોના રોગ દૂર કરવા

૩. મોતીની ભસ્મ બકરીના ૨ ગ્રામ દૂધ સાથે રાત્રે સૂતાં પહેલાં લેવાથી કેન્સર,કમળો, હદય દર્દ અને સ્નાયુ દર્દ દૂર થઈ જાય છે.

૪. મિત્ર,પથરી, મૂત્ર ગ્રંથી પ્રવાહ, ગળફાવાળી ખાંસીને મટાડે છે.

૫. પ્રદરરોગ,નેત્રરોગ, રક્તદોષ અને રતાંધળાપણામાં પણ મોતીભસ્મ ચિકિત્સાં કામ લાગે છે.

(૩) મંગળ દ્વારા ચિકિત્સા(પ્રવાલ)

૧. હરસ માટે તાંબાના પાત્રમાં પાણી ભરી એમાં પ્રવાલનું નંગ નાંખી દરરોજ સવારે પીવાથી હરસ તદ્ન મટી જાય.

૨. જેમને ગર્ભપાત થયા કરતો હોય એમને ગુલાબજળ કે કેવડાનો ઘસીને લેપ કરવાથી ગર્ભપાત રોકાય છે.

૩. પિત્તકારક રોગ નાશ પામે.

૪. કમળો કાળી ખાંસીમાં ખૂબ મદદ મળે છે.ો

(૪) બુધ(પન્ના) દ્વારા ચિકિત્સા

૧. આધાશીશી મટાડવા

૨. સંવનન ક્રિયામાં ઉત્તેજના વધારે

૩. આંતરડાના રોગમાં લાભ કરે

૪. મેદ વધારવા ઉપયેતા કરવો.

(૫) ગુરુ(પોખરાજ) દ્વારા ચિકિત્સા

૧. પિત્ત, રક્તસ્રાવ, બળેલા ધાવ- હૃદયાઘાત

૨. પાંડુરોગ અને એકાંતરિયો તાવ મટાડે

૩. તમામ વાયુવિકાર

૪. હાડકાનાં દર્દો

૫. મંદાગ્નિ દર કરે.

(૬) શુક્ર(હીરા) દ્વારા ચિકિત્સા

૧. દુર્બળતા, અતિસાર, વાયુપ્રકોપ

૨. વીર્યવિકાર દૂર કરે

૩. મોં અને ગળાના દર્દમાં હીરાની ભસ્મ

૪. ભૂખ વધારવા

(૭) શનિ(નીલમ) દ્વારા ચિકિત્સા

૧. ફીટ આવવી

૨. પાગલપન

૩. હિચકી

૪. બેહોશીમાંથી જગાડવા

૫. હિસ્ટિરિયા મટાડે

(૮) રાહુ(ગોમેદ) દ્વારા ચિકિત્સા

૧. કફ-પિત્ત

૨. કમળો

૩. ત્વચારોગ

૪. બુદ્ધિહીનતા

(૯) કેતુ(લસણિયા) દ્વારા ચિકિત્સા

૧. રક્તપિત્ત

૨. વીર્યહીનતા

૩. સ્મરણશક્તિ વધારવા

૪. સાંધાઓનાં દર્દ

રત્નચયન પદ્ધતિસર કરવાથી લાભ જ લાભ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન