રન-વે વધારવા સહિત ભાવનગરના એરપોર્ટને સુવિધાયુક્ત બનાવવા માંગ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • રન-વે વધારવા સહિત ભાવનગરના એરપોર્ટને સુવિધાયુક્ત બનાવવા માંગ

રન-વે વધારવા સહિત ભાવનગરના એરપોર્ટને સુવિધાયુક્ત બનાવવા માંગ

 | 4:06 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

ભાવનગર એરપોર્ટનો રન-વે વધારવાની સાથે સુવિધા વધારવાની રાજયસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી વધુ એક વખત રજૂઆત કરી છે.

રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાઠવેલાં પત્રમાં જણાવ્યું કે, ભાવનગરના એરપોર્ટનું ર્ટિમનલ ૪૦ વર્ષથી વધુ જુનું છે. તેમજ સમયની માંગને જોતા એરપોર્ટનો રન-વે વધારવો જરૃરી છે. આ તકે તેમણે પત્રમાં એમ પણ ઉમેર્યું કે,એરપોર્ટની આસપાસ મોટાભાગે ખરાબાની જમીન હોય તેને તથા જરૃર જણાય તો, ખાનગી જમીનનું પણ કેન્દ્રીય ઉડ્ડયન વિભાગ અને રાજય સરકાર સયુંકત સંકલન કરીને જમીન સંપાદન કરી આપે તો,ભાવનગર એરપોર્ટને વધુ જમીન ફાળવી તેનો વિકાસ કરી શકાય તેમ છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણાં સમયથી ભાવનગર એરપોર્ટનો ઉપયોગ સરખામણીએ ઘણો વધ્યો છે. જયારે, ભૌગોલિકતાને લઈ ભાવનગર એરપોર્ટમા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફલાઈટસ્નું આહ્વાગમન થઈ શકે તેમ હોય તે મુજબની સુવિધા વધારવા સમયાંતરે માંગ ઉઠતી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;