રશિયાના 67 એથ્લેટ્સ પર પ્રતિબંધ યથાવત - Sandesh
  • Home
  • Sports
  • રશિયાના 67 એથ્લેટ્સ પર પ્રતિબંધ યથાવત

રશિયાના 67 એથ્લેટ્સ પર પ્રતિબંધ યથાવત

 | 5:17 pm IST

આંતરાષ્ટ્રીય સ્પોર્ટસ ટ્રિબ્યુનલે ગુરૂવારે રશિયાની 67 એથ્લેટ્સ પર રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે આઈએએફ દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લેવાની અપીલને ફગાવી દીધી હતી. જેના કારણે રશિયાની ટ્રેક એન્ડ ફિલ્ડ ટીમ રિયો ઓલિમ્પિકમાં ભાગ લઈ શકશે નહી.

કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)એ જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન (IAAF)દ્વારા 67 એથ્લેટ્સ પર મૂકવામાં આવેલ પ્રતિબંધને હટાવી લેવાની રશિયન ઓલિમ્પિક્સ કમિટીની અપીલને ફગાવી દીધી છે. આ 67 ખેલાડીઓમાં ઈસિનબાયેવાનો પણ સમાવેશ થાય છે. ગત વર્ષે તપાસમાં સામે આવ્યું હતું કે, આ ખેલાડીઓ ડોપિંગમાં દોષિત ઠર્યા હતા જેના કારણે આઈએએએફ દ્વારા તેમના પર પાંચ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા રિયો ગેમ્સ સહિત તમામ આંતરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો

વાડાએ રિયોની એન્ટી-ડોપિંગ લેબ પરથી ઉઠાવ્યો પ્રતિબંધ
વર્લ્ડ એન્ટિ ડોપિંગ એજન્સી (વાડા)એ આવતા મહિને શરૂ થઈ રહેલ ઓલિમ્પિકસના યજમાન શહેર રિયો ડી જેનેરિયો સ્થિત ડ્રગ ટેસ્ટિંગ કરનારી લેબોરેટરી પરથી પ્રતિબંધ હટાલી લીધો છે. વાડાના આ નિર્ણયથી રિયો ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓનો ડ્રગ ટેસ્ટ કરવામાં મદદ મળશે.