રશિયા પર પ્રતિબંધ મામલે આઈઓસીનો નિર્ણય મોકૂફ - Sandesh
  • Home
  • Sports
  • રશિયા પર પ્રતિબંધ મામલે આઈઓસીનો નિર્ણય મોકૂફ

રશિયા પર પ્રતિબંધ મામલે આઈઓસીનો નિર્ણય મોકૂફ

 | 3:28 am IST

બર્ન, તા. ૨૦

રશિયાને રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવવો કે નહીં તે આઈઓસીના કાર્યકારી બોર્ડની સ્વિત્ઝર્લેન્ડમાં તે અંગે ઇમરજન્સી બેઠક યોજાઈ હતી.ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)એ રિયો ઓલિમ્પિકમાં રશિયા પર પ્રતિબંધ લગાવવા અંગેનો પોતાનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખ્યો છે અને તે હવે સંભવિત પ્રતિબંધ અંગે કાયદાકીય વિકલ્પ શોધી રહ્યાં છે. રશિયાના એથ્લીટો દ્વારા પ્રતિબંધિત દવાઓનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું વર્લ્ડ એન્ટિ ડોપિંગ એજન્સી (વાડા)ના રિપોર્ટ્સમાં બહાર આવ્યા બાદ રશિયા પર પ્રતિબંધ લગાવવાની માગ ઊઠી છે.  

આઈઓસી દ્વારા જણાવાયું કે, તેઓ આ મામલે રમત માટેની મધ્યસ્થી કોર્ટનો ગુરૂવારે નિર્ણય આવનાર છે તેને પણ ધ્યાને લેવું પડશે. ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ એથ્લેટિક્સ ફેડરેશન દ્વારા રશિયન એથ્લીટો પર રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવેલો છે. રશિયાના ઘણા એથ્લીટોએ આર્બિટ્રેશન કોર્ટ ફોર સ્પોર્ટ્સમાં તેની સામે અપીલ કરી છે.  

ડોપિંગ મામલે ચાર રશિયન અધિકારી સસ્પેન્ડ 

ડોપિંગ કૌભાંડ મામલે રશિયન રમતમંત્રીએ ડોપિંગ પ્રકરણમાં આરોપો બાદ ચાર વધુ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. રમતમંત્રી વિટાલી મૃતકોએ કહ્યું કે, તેમની એડવાઇઝર નતાલ્યા ઝેલાનોવા, વરિષ્ઠ રમત અધિકારી અવાક એબલિન અને આઈરીના રોડિયોનોવા અને મોસ્કો એન્ટિ ડોપિંગ લેબના ઉપ પ્રમુખ યૂરી ચીઝોને સસ્પેન્ડ કરી દીધા છે. 

દરેક ખેલાડી ફરી ડોપ ટેસ્ટ આપવા તૈયાર : મુતકો

રસિયાના રમત મંત્રી વિતાલી મુતકોએ કહ્યું કે, ૨૦૧૪ સોચી વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ લેનાર દરેક ખેલાડી ફરી ડોપિંગની તપાસ કરાવવા તૈયાર છે. તેઓએ કહ્યું કે, અમારી ટીમના ખેલાડીઓને અમે બચાવી રહ્યાં નથી. આ મામલે મે આઈઓસીને સાથ આપવા તૈયાર છીએ પરંતુ વાડાની સાથે અન્ય રમત સંસ્થાઓએ પણ સાથ આપવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન