રસાકસી બાદ ભારતીય મહિલા હોકી ટીમને અમેરિકાને ૨-૧થી હરાવ્યું - Sandesh
  • Home
  • Sports
  • રસાકસી બાદ ભારતીય મહિલા હોકી ટીમને અમેરિકાને ૨-૧થી હરાવ્યું

રસાકસી બાદ ભારતીય મહિલા હોકી ટીમને અમેરિકાને ૨-૧થી હરાવ્યું

 | 1:39 pm IST

ભારતીય મહિલા હોકી ટીમે ૦-૧થી પાછળ રહ્યા બાદ મેચમાં વાપસી કરતાં અમેરિકન પ્રવાસની બીજી મેચમાં યજમાન અમેરિકાને ૨-૧થી પરાજય આપી સિરીઝમાં ૧-૧ની બરાબરી મેળવી લીધી છે. ભારતીય ટીમ આ પહેલાં રમાયેલી પ્રથમ મેચમાં ૩-૨થી હારી ગઈ હતી.  

પ્રથમ હાફમાં બંને ટીમો એકેય ગોલ કરી શકી નહોતી. બીજા ક્વાર્ટરમાં મેચની ૧૯મી અમેરિકાની જિલ વિટમેરે ગોલ કરી અમેરિકાને ૧-૦ની લીડ અપાવી હતી. પ્રથમ હાફ સુધી અમેરિકાની ટીમે ૧-૦ની લીડ જાળવી રાખી હતી. બીજા હાફમાં ભારતીય ખેલાડીઓએ પોતાનું પ્રદર્શન સુધારતાં અમેરિકન ડિફેન્સ પર સતત એટેક કર્યો હતો ત્યારે ત્રીજા ક્વાર્ટરની અંતિમ મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યું હતું જેને પ્રીતિ દુબેએ ગોલમાં તબદીલ કરી ભારતને ૧-૧ની બરાબરી પર લાવી દીધું હતું. અંતિમ ક્વાર્ટરમાં લીલિમા મિંઝે મેચની ૫૫મી મિનિટે ગોલ કરી ભારતને ૨-૧ની લીડ અપાવી હતી જે મેચની અંત સુધી કાયમ રહી હતી. ભારતીય મહિલા ટીમ પોતાની અંતિમ મેચ શુક્રવારે કેનેડા સામે રમશે.