રાંધણ ગેસ, જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારાથી ડભોઈમાં કચવાટ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રાંધણ ગેસ, જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારાથી ડભોઈમાં કચવાટ

રાંધણ ગેસ, જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારાથી ડભોઈમાં કચવાટ

 | 3:07 am IST

પેટ્રોલડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોટેશન મોંઘું થયું

ડભોઈ   

જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી નિરંતર થઈ રહેલા ભાવ વધારાથી લોકોના બજેટ ખોરવાયા છે. દિન પ્રતિદિન ડીઝલ પેટ્રોલના ભાવોમાં થતા વધારાના પગલે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવો વધ્યા છે.જેને પગલે ડભોઈની ગૃહીણીઓમાં કચવાટની લાગણી જન્મી છે

છેલ્લા એક વર્ષમાં રાંધણ ગેસના ભાવો માં ૩૦૦ રૂપિયાથી પણ વધુનો વધારો થયો છે હાલ રસોઈ ગેસના ભાવ ઓલ ટાઈમ હાઇ જોવા મળી રહ્યા છે આટલું ઓછું હોય એમ સરકારે રાંધણ ગેસમાં અપાતી સબ સિડી પણ બંધ કરી દીધી છે. જેથી લોકો મોંઘવારીની જબરદસ્ત મારનો સામનો કરી રહ્યા છે.  

 પેટ્રોલ, ડીઝલની કિંમતો માં રોજે રોજ થતા વધારાને પગલ ટ્રાન્સપોટેશન મોંઘા થયા છે. પરિણામે શાકભાજી, દૂધ,તેલ, મસાલા અને જીવનજરૂરી તમામ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે.મોંઘવારીના ખપ્પરમાં પીસાઈ રહેલા લોકોના જીવનનિર્વાહ સામે સંકટ સર્જાઈ ગયું હોવાનો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે.  

ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેકસન મેળવનારા ગરીબ પરિવારો ચૂલો ફ્ૂંકાવા પર મજબૂર થઈ ગયા છે. ગેસનું જોડાણ ધરાવનાર પરિવારોને કેરોસીન પણ મળતું હોવાથી અનેક પરિવારોની હાલત ખરાબ થઈ ગઈ છે. કમરતોડ ભાવ વધારાને પગલે લોકો ની આજીવીકાનો મોટો હિસ્સો ઘરખર્ચમાં વપરાઈ જતો હોવાથી બચતોનું પ્રમાણ ઘટી ગયું છે. અને આકસ્મિક સમય માટે લોકો પોતાની આવકનો અમુક હિસ્સો બચાવતા હતા. હવે આવી બચતો માટે ફંફ પડી ગયા હોવાની ફ્રિયાદો લોકમુખે સાંભળવા મળી રહી છે.  

કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા કરાયેલા લોકડાઉનને કારણે બગડેલી આર્થિક સ્થિતિમાંથી લોકો હજી બહાર આવ્યા હતા, ત્યારેઆવનારા તહેવારો પહેલા સરકાર સત્વરે વધતી મોંઘવારી પર કાબુ મેળવે અને લોકોને રાહત આપે એવી લોક માંગ સાંભળવા મળી રહી છે.   

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;