રાજકોટથી ૩૦ નવદિક્ષિત મહાસતીજીઓ આજથી વિહારનો ધર્મમય પ્રારંભ કરશે - Sandesh
  • Home
  • Newspaper
  • રાજકોટથી ૩૦ નવદિક્ષિત મહાસતીજીઓ આજથી વિહારનો ધર્મમય પ્રારંભ કરશે

રાજકોટથી ૩૦ નવદિક્ષિત મહાસતીજીઓ આજથી વિહારનો ધર્મમય પ્રારંભ કરશે

 | 12:47 am IST

  • નમ્રમુનિ મહારાજના સાંનિધ્યે દિક્ષામંત્ર અંગીકાર કરનાર
  • ત૫સમ્રાટ તીર્થધામથી સવારે ૬ કલાકે વિહાર વળામણા
    રાજકોટ : રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજના સાંનિધ્યે દીક્ષામંત્ર અંગીકાર કરનાર ૩૦-૩૦ નવદીક્ષિતોનો રાજકોટથી આવતીકાલે સવારે ૬ઃ૦૦ કલાકે ત૫સમ્રાટ તીર્થધામથી વિહારનો શુભારંભ કરશે.
    જૈન આગમમાં આવે છે કે, વિહારચર્યા ઇસિહં પસત્યા સાધુઓ માટે વિહારચર્યા શ્રોષ્ઠ છે. માર્ગમાં આવતા ક્ષેત્રોમાં જૈન ધર્મમાં સિદ્ધાંતો અને પ્રભુ વચનોની પ્રભાવના કરનારા જૈન સંતો સર્વને સત અને સત્યના માર્ગે વાળે છે. એ ન્યાયે રાજકોટના રોયલપાર્ક ઉપાશ્રાયમાં ૭૫ -૭૫ સંત-સતીજીઓના સમૂહ ચાતુર્માસ બાદ મહારાજના સાંનિધ્યે રાજકોટની બે દીકરીઓની દીક્ષા બાદ આગામી ચાતુર્માસ કોલકત્તા હોવાથી આવતીકાલે ધર્મવત્સલ નટવરલાલ શેઠના નિવાસસ્થાન, આરાધના સોસાયટી, એરપોર્ટ રોડથી સવારે ૬ કલાકે વિહાર વળામણા તપસમ્રાટ રતિલાલજી મહારાજના સમાધિ સ્થાન -તપસમ્રાટ તીર્થધામ સાત હનુમાનની સામે, કુવાવડા રોડ ખાતેથી થશે. ડોલરબાઈ મ., પૂર્ણાબાઈ મ.ના સાનિધ્યે સાધ્વીરત્નાઓના વિહારમાં અનેક – અનેક ક્ષેત્રોને તેમની પ્રવચન વાણીનો લાભ થશે. તેમજ ૨૪.૦૧.૨૦૧૯, ગુરુવારે અમદાવાદ અને બરોડાના પારસધામ ક્ષેત્રના ભાવિકોને જિનવાણીનો લાભ આપશે. તેમજ અન્ય મહાસતીજીઓ કોલકત્તા તરફ્ વિહારમાં આગળ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન