રાજકોટનો આજી છલોછલ, સૌનીથી પાણી ઠાલવવાનું બંધ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રાજકોટનો આજી છલોછલ, સૌનીથી પાણી ઠાલવવાનું બંધ

રાજકોટનો આજી છલોછલ, સૌનીથી પાણી ઠાલવવાનું બંધ

 | 5:15 am IST
  • Share

  • ઓવરફ્લો થવામા હવે માત્ર એક ફૂટ બાકી
  • ભાદરની સપાટી વધીને ૩૧ ફૂટે પહોંચી, જૂલાઈ ૨૦૨૨ સુધી ટેકો આપશે

। રાજકોટ । ગત રવિવાર અને સોમવારે પડેલા જોરદાર વરસાદ બાદ રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં નવા નીર આવતા હાલ તુરંત જળસંકટ પુરૂ થઈ ગયું છે. ન્યારી -૧ છલકાયો છે અને આજી-૧ છલકાવાની તૈયારીમાં છે ત્યારે હવે સૌનીનું આજીમાં પાણી ઠાલવવાનું બંધ
કરેલું છે.
આજી -૧માં કુલ સપાટી ૨૯ ફૂટ અને સંગ્રહ ક્ષમતા ૯૧૭ એમ.સી.એફ.ટી. પૈકી ૨૭.૮૦ ફૂટ ેે સપાટી પહોંચી છે અને પાણીનો ૮૪૯ એમ.સી.એફ.ટી. જથ્થો સ્ટોર થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં આજીની સપાટીમાં ૦.૩૫નો વધારો થયો છે ૨૮ ફ્ેબ્રુઆરી- ૨૦૨૨ ડેમ લેવલમાં વરસાદી પાણીનો છેલ્લા ૨૪ કલાકમાં ૦.૩૫ ફ્ૂટનો વધારો (૨૨ સ્ઝ્રહ્લ્ વધારો) સૌની યોજનાનું પાણી હાલ પુરતુ બંધ કરેલ છે. હવે આજીનો ટેકો ૨૨ ફેબ્રુઆરી સુધી મળી રહેશે. જયારે ન્યારી તો છલકાઈ ચૂક્યો છે ત્યારે તે ૩૦એપ્રીલ સુધી ચાલશે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકીના એક એવા ભાદર-૧ની ૩૪ ફૂટ ની સપાટી અને સંગ્રહ ક્ષમતા ૬૬૪૦ એમ.સી.એફ.ટી. પૈકી હાલની સપાટી ૩૧.૦૫ ફૂટ ની થઈ છે અને જળ જથ્થો ૫૨૬૨ એમ.સી.એફ.ટી. સંગ્રહીત થઈ ચૂક્યો છે ત્યારે તેમાંથી ૩૧ જુલાઇ ૨૦૨૨ સુધી દરરોજ ૪૦ એમ.એલ.ડી. પાણી સીટી માટે મળતું રહેશે. છેલ્લા ૨૪ કલાકમાં ૧.૨૫ ફ્ૂટનો વધારો (૪૨૮ સ્ઝ્રહ્લ્ વધારો) આ જળાશયમાં થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન