રાજકોટમાં અંતે જાહેર યુરિનલ-ટોયલેટનું ઈન્સ્પેકશનઃ દેર આયે લેકિન દૂરુસ્ત આયે ! – Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રાજકોટમાં અંતે જાહેર યુરિનલ-ટોયલેટનું ઈન્સ્પેકશનઃ દેર આયે લેકિન દૂરુસ્ત આયે !

રાજકોટમાં અંતે જાહેર યુરિનલ-ટોયલેટનું ઈન્સ્પેકશનઃ દેર આયે લેકિન દૂરુસ્ત આયે !

 | 12:34 am IST

પેટ્રોલપંપ, જાહેર-વ્યવસાયિક ઈમારતોના યુરિનલનો લોકો ઉપયોગ કરી શકે
રાજકોટ : જાહેરમાં લઘુશંકા કરનારાઓને રૂ.ર૦૦/-નો દંડ ફટકારવા મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ ગત શુક્રવારે હૂકમ કર્યા બાદ બે દિવસમાં ૪ર લોકોને જાહેરમાં લઘુશંકા કરવા બદલ ઝડપી લઈ નિર્ધારીત દંડ વસૂલવામાં આવ્યો હોવાનું મનપા સૂત્રોએ જણાવ્યું હતુ.
તેમણે ઉમેર્યું કે શનિવારે મોડી સાંજે મ્યુ.કમિશનરની આગેવાનીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓની એક મીટીંગ યોજાઈ હતી જેમાં આદેશની અમલવારી અંગે જરૂરી ચર્ચા વિચારણાં કરવામાં આવી હતી. સાથે મહાપાલિકા સંચાલિત ઉપરાંત જાહેર ક્ષેત્રના જેટલા યુરિનલ આવેલા છે તેની સ્થિતી સુધારવા મહાપાલિકા દ્વારા ઈન્સ્પેકશન હાથ ધરવા નિર્ણય લેવાયો હતો જે શરૂ કરી દેવામાં આવ્યું છે.
મનપા સૂત્રોએ જણાવ્યું કે શહેરમાં માત્ર મહાપાલિકા સંચાલિત જ નહીં, પેટ્રોલ પંપ ખાતે, સરકારી ઈમારતોમાં ઉપરાંત વ્યાવસાયિક ઈમારતોમાં આવેલા જાહેર યુરિનલ-ટોયલેટનો કોઈ પણ વ્યકિત ઉપયોગ કરી શકે છે. જો જાહેર ઈમારતોમાં ટાળું લગાવી કોઈને રોકવામાં આવે તો મહાપાલિકામાં ફરિયાદ નોંધાવી શકાય છે. ફરિયાદને આધારે મહાપાલિકા જે તે સંસ્થાન સામે નોટિસ સહિતની કાર્યવાહી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે મ્યુ.કમિશનરના આદેશની અમલવારી કરાવવાની જવાબદારી જેમના શિરે છે તે પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારનો ફોન છેલ્લા બે દિવસથી સતત નો-રિપ્લાય થઈ રહ્યો છે. મ્યુ.કમિશનરના આદેશ બાદ શું કાર્યવાહી કરી ? મીટિંગમાં કમિશનરે શું સૂચના આપી ? તે અંગે જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતુ.
SWM ટાર્ગેટ આપો, તો જ મળશે પરિણામ
મ્યુ.કમિશનરના આદેશની અમલવારી કરાવવાની જવાબદારી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની છે. આ શાખા કેવું કામ કરે છે ? તે સર્વ વિદીત છે ! ત્યારે શાખાના અધિકારીને જો ટાર્ગેટ નહીં અપાય તો જાહેરમાં થૂંકવા કે લઘુશંકા કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું માત્ર કાગળ ઉપર રહી જશે અને કોઈ પરિણામ નહીં મળે તેમ કોંગ્રેસના પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતુ.
પ્રત્યેક ૩૧રપની વસતીએ માત્ર એક યુરિનલ !
સૂત્રોએ જણાવ્યું કે મ્યુ.કમિશનરે કરેલા દાવા મુજબ જો શહેરમાં ૪૮૦ જાહેર યુરિનલ-ટોયલેટ હોય અને રાજકોટની વસતી ૧પ લાખ ધારી લઈએ તો પ્રત્યેક ૩૧રપ લોકોની વસતીએ એક યુરિનલ હોવાનો અંદાજ બાંધી શકાય ! આવી સ્થિતીમાં લોકો જાહેરમાં લઘુશંકા ન કરે તો કયાં જાય ? મ્યુ.કમિશનર પહેલા એ બાબતનો જવાબ આપે.
સફાઈ માટે ખાસ મશીનનો ઉપયોગ
રાજકોટમાં જાહેર યુરિનલ-ટોયલેટની સફાઈ કરવા મહાપાલિકા દ્વારા ખાસ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. મનપા સૂત્રોએ જણાવ્યું કે ખાસ પ્રકારના મશીન દ્વારા પાણીના તીવ્ર ફોર્સથી સફાઈ કરવામાં આવે છે. પરંતુ અનેક લોકો તેમાં પાન-ફાકીની પિચકારી મારવા ઉપરાંત દેશી દારૂ પી ને ગંદકી ફેલાવે છે.