રાજકોટમાં એક સપ્તાહમાં ડેન્ગ્યૂના વધુ 20 કેસ મનપાના ચોપડે નોંધાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટમાં એક સપ્તાહમાં ડેન્ગ્યૂના વધુ 20 કેસ મનપાના ચોપડે નોંધાયા

રાજકોટમાં એક સપ્તાહમાં ડેન્ગ્યૂના વધુ 20 કેસ મનપાના ચોપડે નોંધાયા

 | 4:40 am IST
  • Share

પાણી ભરાયેલાં ખાબોચિયાં મચ્છર ઉત્પત્તિ કેન્દ્રો બન્યાં

રોગચાળાને ખાળવા 94,016ઘરમાં પોરાનાશક કામગીરીનો દાવો

રાજકોટ શહેરમાં દર ચોમાસે મચ્છરજન્ય  રોગચાળો માથુ ઉંચકે છે. કોરોનાના કેસ કાબુમા  આવ્યા છે, પણ મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યાની પ્રતિતિ 1સપ્તાહમાં નોંધાયેલા ડેન્ગ્યુના 20 કેસ આપી જાય છે. મનપાને ચોપડે નોેંધાય છે તેના કરતા અનેકગણા કેસ શહેરમાં હોવાનું રોગચાળાના વાયરા અને ખાનગી પ્રેક્ટીશનરોને ત્યાં લાગેલી લાઈનો ઉપરથી ખુદ તબીબો માની રહ્યા છે.

ચોમાસની સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે,  જેનું મુખ્ય કારણ લોકોમાં સાફ્સફઈના અભાવ, પોતાના  સ્?વાસ્?થય પ્રત્?યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી  મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ગંદાં  પાણીના પાત્રોને  કારણે મચ્?છરની ઉત્?5તિ ઘણી વધી ઔજાય છે. ડેન્ગ્યુ મચ્છર આપણા ઘરો તથા કામકાજના સ્થળે  સંગ્રહિત કરેલ ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. આવા પાણી ભરાયેલા ન રહે તે માટે કાળજી રાખવી જરૃરી છે.  ગત તા.4થી 10 સુધીમા શહેરમાં ડેન્ગ્યુના 20, મેલેરીયાના 4,  અને ચિકુન ગિનિયાનો 1કેસ નોંધાયેલો છે.

મનપા દ્વારા  મચ્છરજન્ય રોગચાળા સામેની કાર્યવાહીમાં મચ્છર ઉત્પતિ સબબ આપેલ નોટીસની સંખ્યા 1362છે તો   મચ્છર ઉત્પતિ સબબ વસુલ કરેલ વહિવટી ચાર્જ  રૂ. 131650નો છે. મનપાએ 7654 ઘરમાં ફોગીંગનો પણ દાવો કર્યો  છે. 94016ઘરના ટાંકામાં દવા નાખી પોરાનાશક કામગીરી કરેલી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો