રાજકોટમાં નેપાળી શખસનું કારસ્તાનઃ વૃદ્ધ મહિલાના હાથ-પગ બાંધી કહ્યું ‘આવું’ કામ - Sandesh
  • Home
  • Rajkot
  • રાજકોટમાં નેપાળી શખસનું કારસ્તાનઃ વૃદ્ધ મહિલાના હાથ-પગ બાંધી કહ્યું ‘આવું’ કામ

રાજકોટમાં નેપાળી શખસનું કારસ્તાનઃ વૃદ્ધ મહિલાના હાથ-પગ બાંધી કહ્યું ‘આવું’ કામ

 | 1:32 pm IST

રાજકોટમાં ટાગોર રોડ ઉપર રહેતા એક ગરાસીયા યુવાન પત્નીનો જન્મદિવસ ઉજવવા પરિવાર સાથે રાતે ફાર્મહાઉસે ગયા હતા. ત્યારે પાછળથી તેના ઘરે કામ કરતા એક નેપાળી શખસે અન્ય ચારની મદદથી ઘરમાં ઘુસીન મકાન માલિકન વૃદ્ધ માતાને ઘરમાં હાથ-પગ બાંધી દઈ મોબાઈલ અને પાંચ હજાર રોકડની લુંટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

રાજકોટમાં ટાગોર રોડ ઉપર જનતા સોસાયટી-3માં રહેતા મહિપતસિંહ નટવરસિંહ ચુડાસમા ઉ.44ની પત્નીનો બુધવારે જન્મદિવસ હતો. જેથી તેઓ પરિવાર સાથે જન્મદિવસ ઉજવવા રાતે જીવાપર બેટી મુકામે આવેલા તેમના ફાર્મહાઉસે ગયા હતા. ઘરે તેમના વૃદ્ધ માતા નંદકુંવરબા ઉ.78 એકલા જ હતા. તેના ઘરે નારાયણ નેપાળી નામનો યુવક કામ કરે છે. તેણે આ તકનો લાભ લઈ બુધવારે તેની પત્ની દુર્ગા, કેલ્વીન ઉર્ફે નરેશ નેપાળી, ચંદ્રેશ બહાદુર નેપાળી, રાજુ નેપાળીને  બોલાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો.

આ નેપાળી ટોળખીએ નંદકવરબાના હાથ-પગ દુપટ્ટા વડે બાંધી દઈ મારી નાખવાની ધમકી આપી તેનો મોબાઈલ અને પહેલા માળે રૂમમાં તિજોરી તોડી તેમાંથી પાંચ હજાર રોકડા કાઢી લઈ નાસી ગયા હતા.પરિવાર રાતે ઘરે આવ્યો ત્યારે વૃદ્ધાને મુક્ત કરી પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. મહિપતસિંહ લીમડાચોક અને મેટોડા નજીક હોટલ જયસનમાં ભાગીદાર હોવાનું જણાવ્યું હતું.