રાજકોટમાં પત્નીની સંગાથીને જાળમાં ફસાવીને ગુજાર્યુ દુષ્કર્મ - Sandesh
  • Home
  • Jamnagar
  • રાજકોટમાં પત્નીની સંગાથીને જાળમાં ફસાવીને ગુજાર્યુ દુષ્કર્મ

રાજકોટમાં પત્નીની સંગાથીને જાળમાં ફસાવીને ગુજાર્યુ દુષ્કર્મ

 | 6:53 am IST

  • દુષ્કર્મ ગુજારનાર યૂવક પર કોડીનારના માલ ગામે યુવતીના પરિચિતોનો ખૂની હૂમલો
  • રાજકોટઃ રાજકોટના જામનગર રોડ પરના વિસ્તારમાં રહેતી યુવતીએ પોતાની સખીના પતિ હાર્દિક સોસા (રહે. માલ ગામ કોડીનાર)એ જાળમાં ફસાવી બદનામ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી રાજકોટમાં જામનગર રોડ એસ.આર.પી. કેમ્પ રોડ પર આસ્થા સોસાયટી નજીક વર્ધમાન વિલામાં લઈ જઈ દૂષ્કર્મ ગુજારી અંગત પળોના ફોટાઓ લઈ વાયરલ કરવાની ધમકી આપી ગોવા તથા મેંગ્લોર લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ રાજકોટ યુનિવર્સીટી પોલીસમથકે નોંધાયો છે. સામે યુવક પર બાર દિવસ પહેલા અજાણ્યા શખસોએ માલ ગામ જઈને ખૂની હૂમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાની ઘટના પણ નોંધાઈ છે. યુવતી અને દુષ્કર્મ ગુજારનાર આરોપી હાર્દિકની પત્ની સાથે નોકરી કરતી હતી. જેથી યુવતી સાથે આરોપી હાર્દિકની ઓળખ થઈ હતી. યુવતીને આરોપીએ જાળમાં ફસાવી હતી અને ફ્રેન્ડના મકાન પર વર્ધમાન વિલામાં લઈ ગયો હતો ત્યાં દુષ્કર્મ ગુજાર્યું હતું અને એ સમયના અંગત ફોટાઓ પણ મોબાઈલમાં લઈ લીધા હતા એ ફોટાઓના આધારે યુવતીને બ્લેકમેઈલ કરતો હતો. એકાદ વર્ષ પહેલા દુષ્કર્મ ગુજાર્યા બાદ તા.૧૦/૬/૨૦૧૯થી ૨૫/૬ સુધીમાં પણ ગોવા તથા મેંગ્લોર લઈ જઈ ત્યાં પણ ધમકી આપીને દૂષ્કર્મ ગુજાર્યાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે.
    દરમિયાનમાં આરોપી હાર્દિક પોતાના વતન કોડીનાર માલ ગામ હોય ગત તા.૪/૯ના રોજ ત્રણ શખસોએ આવી હાર્દિક તલવાર, પાઈપ સહિતના હથિયારો વડે ખૂની હૂમલો કરતા ગંભીર હાલતમાં ઘવાયેલા યુવકને સારવારમાં ખસેડાયો હતો. પોલીસે ઘટનાના પગલે ત્રણ શખસો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. હવે આરોપી હાર્દિક સામે જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્ક્રમ ગુજાર્યાના આરોપસર ફરિયાદ નોંધાતા યુનિ. પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન