રાજકોટમાં બાવન ગાંસડી રિજેક્ટ બારદાન વાપરી નાખવા ગર્ભિત સૂચના - Sandesh
  • Home
  • Newspaper
  • રાજકોટમાં બાવન ગાંસડી રિજેક્ટ બારદાન વાપરી નાખવા ગર્ભિત સૂચના

રાજકોટમાં બાવન ગાંસડી રિજેક્ટ બારદાન વાપરી નાખવા ગર્ભિત સૂચના

 | 12:27 am IST

  • મગફ્ળી ખરીદીમાં બારદાન અને સ્ટીકર ખરીદીમાં કૌંભાંડ

તળાજા: ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા રાજ્યના માર્કેટીંગ યાર્ડ માંથી ટેકાના ભાવે મગફ્ળી ખરીદવાનું ગત દિવાળી બાદ લાભ પાંચમના દિવસથી શરૂ કરવામાં આવી છે. આ મગફ્ળી ખરીદી માં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો ભાવનગર વિસ્તારમાં સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલ કર્મચારી અને સામાજિક કાર્યકર તરલેશ પાઠક દ્વારા રાજ્ય ના ચીફ્ સેક્રેટિરી ને સોસીયલ મીડિયા અને પત્ર દ્વારા મોકલવામાં આવ્યો છે. તરલેશભાઈ પાઠક એ જણાવ્યૂ હતું કે રાજય ના ચીફ્ સેક્રેટિરી જી.એલ.સિંઘ એ મગફ્ળી ખરીદી ના અધ્યક્ષ છે. તેમને ચાર સવાલ કરવામાં આવ્યા છે. જેમાં મગફ્ળી ખરીદી બાદ લગાવવા માટે ના સ્ટીકર ત્રણ કરોડ ના ખર્ચે બનાવવા માં આવ્યા છે .૮૦ ટકા ખરીદી પૂર્ણ થવા છતાંય એ સ્ટીકર કેન્દ્ર પર પુરા પહોંચ્યા નથી. જુના બારદાન વાપરવા નહિ. સ્પષ્ટ સૂચના હોવા છતાંય વાપરવામાં આવ્યા છે. ખરીદવામાં આવ્યા છે . છ કરોડ નો ભ્રષ્ટાચાર છે. રાજકોટ યાર્ડ માં બાવન ગાંસડી આવેલ નવા બારદાન રિજેક્ટ કરવામાં આવ્યા છે. દિવસ પચીસ માં પરત લેવાના હોય છે. આજ બે માસ થવા છતાંય બારદાન લેવામાં આવ્યા નથી. હવે ગર્ભિત સૂચના છે કે એ બારદાન વાપરી નાખવા. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન ની ગાઈડ લાઈન અને ખાણ ખનીજ વિભાગ ની સૂચના પ્રમાણે ખરીદી ના ટેન્ડર બહાર પડવાના બદલે સંબધિત પાર્ટીઓ પાસે થી લેટર પેડ પર ભાવ લઈ નિયમ વિરુદ્ધ નું કામ કરવામાં આવ્યું છે. આ તમામ બાબતે માહિતી સાથે તપાસ પણ માગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન