રાજકોટમાં બેસુમાર પ્રશ્નો : રોજની 983 ફરિયાદો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટમાં બેસુમાર પ્રશ્નો : રોજની 983 ફરિયાદો

રાજકોટમાં બેસુમાર પ્રશ્નો : રોજની 983 ફરિયાદો

 | 4:42 am IST
  • Share

ડ્રેનેજ વિભાગમાં 6,499 સહિત 18 દિવસમાં 17,708 ફરિયાદો થઈ

16,057નો નિકાલ કરી OTP અપાયાનો મહાનગર5ાલિકાનો દાવો

રાજકોટ મહાપાલિકા દ્વારા ફરિયાદ નિકાલ માટે નવી ઓ.ટી.પી. આધારીત ફરિયાદ નિકાલ સિસ્ટમ લાગુ કરાયા બાદ 18 દિવસમાં 17708 ફરિયાદ નોધાઈ છે. જેમાંથી મહાપાલિકાના દાવા પ્રમાણે 16057 ફરિયાદનો નિકાલ કરીને તેના ઓ.ટી.પી. અપલોડ કરી દેવાયા છે.

ફરિયાદ નિકાલ માટે ઓ.ટી.પી. આધારીત સિસ્ટમ લાગુ કરનાર સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, નવી સિસ્ટમથી અરજદારોને સંતોષ મળી રહ્યાના ફિડબેક મળી રહ્યા છે. જયાં સુધી ફરિયાદ નિકાલ ન થાય ત્યાં સુધી તેઓ ઓ.ટી.પી. અધિકારીઓને આપતા નથી અને ઓ.ટી.પી. ન મળે ત્યાં સુધી ફરિયાદ નિકાલ ગણાતો નથી. અમારી સિસ્ટમમાં ગત તા.23થી અત્યાર સુધીમાં જે ફરિયાદો નોંધાઈ છે તેમાંથી 90ટકાથી વધુનો નિકાલ કરી દેવાયો છે.  મનપાના 29 વિભાગની ચાર લેવલ રાખીને ફરિયાદો લેવામા ંઆવેછે. ફરિયાદ નોંધાયા બાદ એક ઓ.ટી.પી. અરજદારને મોકલાય છે. જે ઓ.ટી.પી. અરજદારે ફરિયાદ સોલ્વ કરનાર અધિકારી કે કર્મચારીને ફરિયાદ નિકાલ બાદ આપવાનો રહે છે. જયા સુધી ફરિયાદ નિકાલ ન થાય ત્યાં સુધી અરજદાર ઓ.ટી.પી. ન આપે અને જયા સુધી ઓ.ટી.પી. ફરિયાદ નિકાલના ઓપ્શનમાં અપલોડ ન થાય ત્યા સુધી ફરિયાદ ઉભી રહે અને નીચેના સ્તરથી ઉચ્ચ અધિકારી સુધી ફરિયાદ જતી રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો