રાજકોટમાં વિશ્વ ફીઝીયોથેરાપી દિવસની ઉજવણી થઇ સંપન્ન - Sandesh
  • Home
  • Newspaper
  • રાજકોટમાં વિશ્વ ફીઝીયોથેરાપી દિવસની ઉજવણી થઇ સંપન્ન

રાજકોટમાં વિશ્વ ફીઝીયોથેરાપી દિવસની ઉજવણી થઇ સંપન્ન

 | 12:53 am IST

રાજકોટ : રાજકોટ ફીઝીયોથેરાપી એસો.દ્વારા વિશ્વ ફીઝીયોથેરાપી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.એસો.ના ડો.ભાવેશ થોરીયા, ડો.અંકુર પારેખ, ડો.મૌલિક શાહ, ડો.વૈભવી શાહ, ડો.પ્રશાંત ઠાકર, ડો.નુપુર ઠાકરે મોરબી પટેલ કન્યા છાત્રાલયમાં માસિક ધર્મ અને ફીઝીયોથેરાપી, એસકેપી સાયન્સ સ્કૂલ રાજકોટ ખાતે પેઈન ફ્રી લાઈફ, મારવાડી યુનિ. રાજકોટ ખાતે હેલ્ધી લાઈફ સ્ટાઈલ હેબીટસ ફોર પ્રોફેશનલ્સ, ન્યુ પરિમલ સ્કૂલ રાજકોટ ખાતે ફીટનેશ એન્ડ હેલ્થ ટીપ્સ, કન્ટ્રી હેડ પ્રિ.સ્કૂલ રાજકોટ ખાતે ફીટનેશ એન્ડ હેલ્ધી લીવીગ ફોર મધર એન્ડ કીડસ વિશે માહિતી આપી હતી. રાજકોટ ફીઝીયોથેરાપી એસો.એ સાંધા અને સ્નાયુઓની તકલીફ માટે સાઈન્ટીફીક રિસર્ચ પર આધારીત, આડ અસર વગરની એવી ફીઝીયોથેરાપી સારવાર લેવાની સલાહ આપી હતી.આ ઉપરાંત એસો.એ ફેસબૂક પેજ, વેબ પેજ પણ સમાજને ઉપયોગી માહિતી અપાતી હોઈ જનતાને લાભ લેવા અપીલ કરી છે.