રાજકોટમાં સતત ૭મા દિવસે કોરોનાનો એક પણ કેસ નહી - Sandesh
  • Home
  • Jamnagar
  • રાજકોટમાં સતત ૭મા દિવસે કોરોનાનો એક પણ કેસ નહી

રાજકોટમાં સતત ૭મા દિવસે કોરોનાનો એક પણ કેસ નહી

 | 7:00 am IST

  • કોરન્ટાઈન રખાયેલા ૪૪ની ચકાસણી, બધાના ટેસ્ટ નેેગેટીવ આવ્યા
  • રાજકોટઃ  રાજકોટ શહેર અને  જિલ્લામાં  નોવેલ કોરોનાવાઈરસ સામે આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા જંગમાંઆજે  ત્રણ બાળક સહિત  કુલ ૧૦ સેમ્પલ લેવાયા  હતા અને આ તમામ  નેગેટીવ આવ્યા હતા. આજે સતત સાતમાં  દિવસે રાજકોટમાં એક પણ કોરોનાનો કેસ નહિ નોંધાતા તંત્રે રાહતની લાગણી અનુભવી હતી.
    આજે લેવાયેલા  ૧૦ સેમ્પલ પૈકી  ૪ માસના ૨ બાળક, નવ વર્ષના એક બાળક શંકાસ્પદ જણાતા તેના સ્વોબસેમ્પલ  લઈને રાજકોટ મેડીકલ કોલેજ ખાતેની વાઈરોલોજી   લેબોરેટરમાં   તેની ચકાસણી કરવામા આવી હતી જેમા  તમામ સેમ્પલ નેગેટીવ  આવ્યા હતા. રાજકોટમાં  કુલ  ૨૫૧ સેમ્પલ અત્યાર સુધીમાં  લેવાયા છે તેમાથી ૨૪૧ નેગેટીવ આવ્યા છે ૧૦ કેસ  પોઝીટીવ હતા તેમાંથી  ત્રણસાજા થઈ જતા રજા આપી દેવામા આવી છે. કોરોનાના દર્દીઓ પૈકી રાજકોટ ખાતે સરકારી હોસ્પિટલમા ૨ અને ખાનગી હોસ્પિટલમાં  ૭ દર્દી સારવાર લઈ રહ્યા છે. બધા દર્દીની હાલત  સ્થીર છે.અત્યાર સુધીમાં  આઈસોલેશનમાંથી ૨૪૩ દર્દીને રજા આપી દેવાઈ છે. સરકારી હોમ ઓબ્ઝર્વેશન સેન્ટરમાં  ૨૬ લોકોને રાખવામા આવેલા છે. આ તમામની હાલત સ્વસ્થ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન