રાજકોટ: અરવિંદ કેજરીવાલ પોલીસ કર્મચારીના હત્યાના આરોપીને મળતાં વિવાદ - Sandesh
  • Home
  • Rajkot
  • રાજકોટ: અરવિંદ કેજરીવાલ પોલીસ કર્મચારીના હત્યાના આરોપીને મળતાં વિવાદ

રાજકોટ: અરવિંદ કેજરીવાલ પોલીસ કર્મચારીના હત્યાના આરોપીને મળતાં વિવાદ

 | 11:17 am IST

આજે દલિતો પરના અત્યાચારમાં ઘાયલ થયેલા અને ત્યારબાદ વિરોધમાં આપઘાતનો પ્રયાસ કરનારને મળવા કેજરીવાલ રાજકોટ મળવા દોડી આવ્યા હતાં. અહીં તેઓ વિવાદમાં ફસાઈ ગયાં હતાં તેમણે અમરેલીના પોલીસ કર્મચારીના હત્યાના આરોપી યુવાનને મળતાં ચકચાર મચી ગઈ હતી. હાલ આ મામલે કેજરીવાલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

હત્યાના આરોપીએ કેજરીવાલને કહ્યું મને ફસાવામાં આવ્યો છે
કાંતિ વાળા નામના યુવાનને કેજરીવાલ હોસ્પિટલમાં મળ્યા હતાં. તેના પર સાવરકુંડલાના કોન્સ્ટેબલ પંકજ અમરેલીયાની હત્યાનો આરોપ છે. તે સામાજીક કાર્યકર છે. દલિત અત્યાચારના વિરોધમાં નીકળેલ રેલી દરમ્યાન પથ્થરમારો કરતાં તેમનું મોત નિપજ્યું હતું જેનો આરોપ તેના પર લાગ્યો છે. દલિત યુવાને પોતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનું જણાવી રહ્યો છે. કોન્સ્ટેબલને ઠોકર લાગતાં પડી ગયાં હતાં અને મોત થયું હોવાનો દાવો કરી રહ્યો છે. સાથે જ આક્ષેપ કરી રહ્યો છે કે તેણે ભૂતકાળમાં પોલીસ પર કેસ કર્યો હોવાથી તેને ફસાવી દેવામાં આવ્યો છે.