રાજકોટ ચેમ્બરમાં વાયબ્રન્ટ પેનલનો વિજય - Sandesh
  • Home
  • Janmashtami
  • રાજકોટ ચેમ્બરમાં વાયબ્રન્ટ પેનલનો વિજય

રાજકોટ ચેમ્બરમાં વાયબ્રન્ટ પેનલનો વિજય

 | 12:16 am IST

  • વી.પી. વૈશ્નવના નેતૃત્વમાં ર૪ સભ્યોની શાનદાર જીત, મહાજન પેનલના ચેમ્બર પૂર્વ પ્રમુખ સમીર શાહ સહિત ૧૧નો રકાશ
    રાજકોટ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ૨૪ બેઠકો માટે બુધવારે ચૂટણી મતદાન યોજાયા બાદ આજે ગુરૂવારે મતગણતરી થયા બાદ વી.પી. વૈશ્ણવ પ્રેરિત વાયબ્રન્ટ પેનલના કુલ ૨૩ અને પાછળથી પેનલમાં સામેલ થયેલા મહાજન પેનલના એક સદસ્ય મળી કુલ ચોવીસેય ઉમેદવારોનો શાનદાર વિજય થયો હતો. જયારે ચેમ્બર પૂર્વ પ્રમુખ મહાજન પેનલના સમીર શાહ અને તેના જુથના તમામ ૧૧ સદસ્યોનો રકાશ થયો હતો. મતગણતરી થયા બાદ સૌથી વધુ ૨૮૫૮ મત વાયબ્રન્ટ પેનલના અમૃતલાલ મનજીભાઈ ગઢિયાને મળ્યા હતા અને સૌથી ઓછા મત મહાજન પેનલના રાજેશ જુંજાને ૧૦૦૯ મત મળ્યા હતા. અપક્ષ (મહાજન પેનલ)ના નરેશભાઈ જી. શેઠ છેલ્લે છેલ્લે વાયબ્રન્ટ પેનલમાં જોડાઈ ગયા હતા તેને ૨૬૬૧ મત મળ્યા હતા. રીઝલ્ટ શીટમાં જોઈએ તો વાયબ્રન્ટ પેનલના પ્રણેતા વી. પી. વૈશ્ણવને ૨૬૭૭ મત મળ્યા હતા. પાર્થ ગણાત્રાને ૨૦૮૯, શિવલાલ પટેલને ૧૭૭૮ તેમજ ભાસ્કર જોશીને ૧૯૬૬ મત મળ્યા હતા. પુર્વ પ્રમુખ સમીર શાહને ૧૦૯૫ મત મળ્યા હતા. એના માટે વિજય ઘણો જ દુર રહી ગયો હતો.
  • વિજય સરઘસના બદલે ગાયોને નંખાયો લીલો ચારો
    ચેમ્બરની રસાકસીભરી ચૂટણીમાં આ વખતે લાખો રૂપિયા વપરાયા હતા. વાયબ્રન્ટ પેનલ વિજેતા થયા બાદ વી.પી વૈશ્ણવે વિજયોત્સવ મનાવવાનું માંડી વાળી , ફટાકડા ફોડવાને બદલે કચ્છથી રાજકોટના આશરે ન્યારાના પાટિયે આવેલી ત્રણ હજાર ગાયોને ત્રણ ટ્રક લીલો ઘાસચારો નીરવામાં આવ્યો હતો. આમ સૌ પ્રથમ જીવદયાનું કામ કરવામાં આવ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન