રાજકોટ જિલ્લાના ૧૨૨ મહેસુલી તલાટીઓની એકી સાથે બદલી - Sandesh
  • Home
  • Jamnagar
  • રાજકોટ જિલ્લાના ૧૨૨ મહેસુલી તલાટીઓની એકી સાથે બદલી

રાજકોટ જિલ્લાના ૧૨૨ મહેસુલી તલાટીઓની એકી સાથે બદલી

 | 6:28 am IST

  • નાયબ મામલતદારોની પણ ટૂંક સમયમાં બદલીના ઓર્ડર
  • રાજકોટઃ રાજકોટ જિલ્લામાં એક જ સ્થળે ત્રણ વર્ષ કરતા વધુ સમયથી નોકરી કરતા મહેસુલી તલાટીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. કલેકટર રેમ્યા મોહનના આદેશ પ્રમાણે મહેકમ વિભાગે ૧૨૨ તલાટીનું લિસ્ટ તૈયાર કરીને મૂક્યું હતું. એકી સાથે આ તમામની બદલી કરવામા આવી હતી.
    આ બદલીમાં રાજકોટ તાલુકાના ૧૪, ગોંડલના ૧૪, જસદણના ૧૨, ઉપલેટાના ૧૧નો મુખ્ય સમાવેશ થાય છે. અન્ય તાલુકાઓમાં પણ બદલીના ઓર્ડર થયા છે આ ઉપરાંત રાજકોટ ખાતે ફરજ બજાવતા ૨ કારકૂનની પણ અરસ પરસ બદલી કરી નાખવામાં આવી હતી. જિલ્લા તંત્ર દ્વારા હવે ટૂંક સમયમાં એક જ ટેબલ ઉપર ત્રણ કરતા વધુ વરસથી ફરજ બજાવનારા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવનાર છે. નિયમો પ્રમાણે કોઈ કર્મચારી એક જ ટેબલ ઉપર ત્રણ વર્ષથી વધુ સમય માટે કામ નથી કરી શકતો. રાજકોટ કલેકટોરેટમાં અનેક એવા કર્મચારીઓ છે જે લાંબા સમયથી એક જ ટેબલ ઉપર કામગીરી કરી રહ્યા છે. આ તમામને બદલી નાખવામાં આવનાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન