રાજકોટ-જિલ્લાની ૬૫ શાળામાં લેવાશે ધોરણ ૧૨ સાયન્સની પ્રેકટીકલ પરીક્ષા - Sandesh
  • Home
  • Newspaper
  • રાજકોટ-જિલ્લાની ૬૫ શાળામાં લેવાશે ધોરણ ૧૨ સાયન્સની પ્રેકટીકલ પરીક્ષા

રાજકોટ-જિલ્લાની ૬૫ શાળામાં લેવાશે ધોરણ ૧૨ સાયન્સની પ્રેકટીકલ પરીક્ષા

 | 12:26 am IST

  • અત્યાર સુધી સ્થાનિક-હવેથી કેન્દ્રસ્થ ધોરણે લેવાશે
  • દરરોજ બે શિફટમાં ગોઠવાતી પ્રેકટીકલ પરીક્ષા ઃ બહારી સ્ટાફ સુપરવિઝનમાં મૂકાશે

રાજકોટ : ધો. ૧૨ સાયન્સની પરીક્ષા બોર્ડ દ્વારા કેન્દ્રસ્થ રીતે લેવાનું નક્કી કરાયા બાદ ડી.ઈ.ઓ.ને પુરતા સાધનો ધરાવતી સંસ્થાની પસંદગી ધરાવતી શાળાઓને પસંદ કરવાનું જણાવાયું હતું. રાજકોટ ડી.ઈ.ઓ. કચેરી દ્વારા ૬૫ શાળાઓની પસંદગી કરવામાં આવી છે.
અત્યાર સુધી આ પરીક્ષા સ્થાનિક ધોરણે લઈને તેના ગુણ શાળા તરફથી બોર્ડેને મોકલી આપવામાં આવતા હતા. પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર બાદ હવે પ્રેક્ટીકલ પરીક્ષા પણ કેન્દ્રસ્થ કરી દેવામાં આવી છે. બોર્ડ દ્વારા દરેક જિલ્લા અને તાલુકા મથકે ચુનંદા શાળામાં આવી વ્યવસ્થા ગોઠવવા માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટ ડી.ઈ.ઓ. ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે ૬૫ શાળાઓ એવી રીતે પસંદ કરવામાં આવી છે કે, ત્યાં પુરતી વ્યવસ્થા હોવા ઉપરાંત વિદ્યાર્થીઓ ત્યાં સરળતાથી પહોંચી શકે. આખા દિવસમાં બે શિફ્ટમાં પરીક્ષા લેવાશે. દરેક શાળામાં ૪૦-૪૦ છાત્રોની બેંચમાં પ્રેકટીકલ પરીક્ષા લેવાશે. તેનું પરિણામ તૈયાર કરીને બોર્ડને મોકલી આપવામાં આવશે. જિલ્લા સ્તરેથી કેન્દ્રસ્થ પરીક્ષા ગોઠવાતા વિદ્યાર્થીઓને પુરતી વ્યવસ્થા મળી રહેશે તેવો દાવો કરાયો છે. લેબોરેટરીઓની અને સાધનોની આગોતરી ચકાસણી કરી દેવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં પ્રેકટીકલ બાબતો સાયન્સના વિદ્યાર્થીઓ ગંભીર બને તે માટે નવી વ્યવસ્થા ગોઠવી હોવાનુ ં શૈક્ષણિક સુત્રો જણાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન