રાજકોટ જિ. પં.ના પક્ષપલ્ટુઓના કેસમાં વધારાના પુરાવા માંગવા સામે HCનો સ્ટે - Sandesh
  • Home
  • Newspaper
  • રાજકોટ જિ. પં.ના પક્ષપલ્ટુઓના કેસમાં વધારાના પુરાવા માંગવા સામે HCનો સ્ટે

રાજકોટ જિ. પં.ના પક્ષપલ્ટુઓના કેસમાં વધારાના પુરાવા માંગવા સામે HCનો સ્ટે

 | 12:29 am IST

  • નામોનિર્દેશ વિભાગને રજૂ પુરાવાના આધારે કેસ ચલાવી લેવા તાકિદ
  • ૧૧ બળવાખોરો સામે તોળાતા પગલાઃ ૨૧ની મુદ્દતે કેસ ચલાવી લેવા આદેશ

રાજકોટ : રાજકોટ જિલ્લા પંચાયતના ૧૧ બળવાખોર સભ્યો સામે નામોનિર્દેશ વિભાગ તરફથી પગલા લેવામાં આવે તેવી શકયતા છે. નામોનિર્દેશ વિભાગે વધારાના પુરાવા માગતા તેની સામે હાઈકોર્ટે સ્ટે ફરમાવીને ૨૧ સુધીમાં કેસ પુરો કરી ચૂકાદો આપી દેવા તાકિદ કરતા બળવાખોરોની છાવણીમાં સન્નાટો છવાયો છે.
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી, વર્તમાન કારોબારી ચેરમેન રેખાબેન પટોળીયા તેમજ અન્ય ૯ સભ્યો સામે પક્ષાંતરધારા હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદને આધારે નામોનિર્દેશ વિભાગમાં કેસ ચલાવાયો હતો. કેસ દાખલ કરનાર અર્જૂન ખાટરીયાએ રજૂ કરેલા પુરાવા અપુરતા હોવાનું જણાવી વધારાના પુરાવા માંગવામાં આવતા તેની સામે હાઈકોર્ટમાં રજૂઆતો કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ અંગે સુનાવણી કરીને વધારાના પુરાવાની માગણી સામે સ્ટે ફરમાવીને જે પુરાવા રજૂ થયાછે તેના આધારે કેસ ચલાવીને તા.૨૧ સુધીમાં નિર્ણય લઈ લેવા માટે આદેશ કર્યો છે. આ આદેશ બાદ નામોનિર્દેશ વિભાગે ઝડપથી કેસ ચલાવીને નિર્ણય લેવાની ફરજ પડશે. પક્ષાંતર ધારા હેઠળ કેસ ચલાવીને નિર્ણય લેવા માટે અમે પુરતા પુરાવા આપ્યા હોવાનુ ંઅર્જૂન ખાટરીયાએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે,કોંગ્રેસ સાથે ગદ્દારી કરી પ્રજાદ્રોહ કરનાર સભ્યો સામે પગલા લેવાય તે માટે લડત ચલાવી છે. બાગી સભ્યોને ઘરભેગા કરવામાં આવે તેવી અમે માગણી ઉઠાવેલી છે.એક પણ બાગી સભ્યને માફી નહિ મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન