રાજકોટ મનપાએ કોરોના મૃત્યુ પ્રમાણપત્ર આપવાનું શરૂ કર્યું : 700નું લિસ્ટ તૈયાર  - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટ મનપાએ કોરોના મૃત્યુ પ્રમાણપત્ર આપવાનું શરૂ કર્યું : 700નું લિસ્ટ તૈયાર 

રાજકોટ મનપાએ કોરોના મૃત્યુ પ્રમાણપત્ર આપવાનું શરૂ કર્યું : 700નું લિસ્ટ તૈયાર 

 | 4:10 am IST
  • Share

 જિલ્લામાંથી આવેલી 1,350 અરજીની ચકાસણી 

મધ્ય ઝોન અને પિૃમ ઝોન ખાતેથી વિતરણ વ્યવસ્થા : સ્ટે.ચેરમેન 

કોરોનાની પ્રથમ તેમજ બીજી લહેરમાં કોરોનાનેકારણેમૃત્યુને ભેટેલી વ્યક્તિના પરિવારને સરકારે રૂ.50 હજારની સહાય જાહેર કરી છે. જેને મેળવવા માટે કોરોનાથી મોત થયાનું પ્રમાણપત્ર જોડવા માટે અગાઉ જાહેરાત થઈ હોય મનપા ખાતે આ પ્રમાણપત્ર માટે લાઈનો લાગી હતી અને 1350 અરજીઓ આવી હતી. જેમાંથી હવે પ્રમાણપત્રો આપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.  

મનપાના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન પુષ્કર પટેલ દ્વારા જણાવાયું હતું કે, અમે કોરોના પ્રમાણપત્રો તૈયાર કરીને લોકોને સમયસર મળી રહે તે માટે અરજી લેવાનું શરૂ ત્યારથી જ પ્રમાણપત્રો તૈયાર કરાવવા સુચના આપી હતી. હવે તા.24થી તે અમે મધ્ય ઝોન અને પિૃમ ઝોન કચેરી ખાતેથી વિતરણ કરીશું. અમારી પાસે 1350 અરજીમાંથી 700 પ્રમાણપત્રો તૈયાર થઈ ગયાછે. હવે બાકીની કામગીરી આગળ ધપશે. દરેક અરજીની ચકાસણી કરીને અમે નોંધ આપીશું.  

દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી મનપાની મુખ્ય કચેરીએ જન્મ મરણ વિભાગમાં અરજદારોની ભીડ જામે છે. અરજદારો કોરોનાના મૃત્યુ પ્રમાણપત્ર માટે આવી રહ્યા છે. જન્મ મરણ કચેરીના અધિકારીએ કહયું ંહતું કે, હાલ અમારે ત્યાં 70 ટકા અરજદાર પ્રમાણપત્ર અંગેના જ આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો