રાજકોટ મનપામાં ફેરા કૌભાંડ, કાગળ ઉપર દોડયા પ વાહનો ! - Sandesh
 • Home
 • Newspaper
 • રાજકોટ મનપામાં ફેરા કૌભાંડ, કાગળ ઉપર દોડયા પ વાહનો !

રાજકોટ મનપામાં ફેરા કૌભાંડ, કાગળ ઉપર દોડયા પ વાહનો !

 | 6:21 am IST

 • ૬૧.૯૮ લાખના બિલમાં ગોલમાલનો ઓડિટમાં પર્દાફાશ
 • રાજકોટઃ મહાપાલિકામાં ચોપડે ભાડાના વાહનો દોડાવી બિલ મંજૂર કરાવવાના કારસ્તાનની યાદ અપાવતા હવે ફેરા કૌભાંડ ઝડપાયુ છે. કરોડોના ડ્રેનેજ કામમાં ફેરાના જે વાહનો દોડાવવામાં આવ્યા તેના લાખો રૂપિયાના બિલ મંજૂરી માટે મૂકાયા બાદ પ વાહનો નકલી હોવાનો ઓડિટમાં ભાંડો ફૂટયો છે.
  સ્ટે.કમીટિ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું કે ડ્રેનેજ કામમાં ફેરાના જે બિલ મૂકવામાં આવ્યા હતા તેમાં દર્શાવેલા વાહનો ખરેખર છે કે કેમ ? તેની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. ઓડિટના માધ્યમથી કારસ્તાન ધ્યાનમાં આવતા મ્યુ.કમિશનરને તપાસ કરાવવા આદેશ આપ્યો છે.
  ચીફ ઓડિટરના રિપોર્ટ અનુસાર વોર્ડ નં.૧૮માં અમૃત યોજના હેઠળ ગોંડલ નેશનલ હાઈ વે થી નારાયણનગર થઈને કોઠારીયા ગામતળ સુધીના લાગૂ એરીયામાં ડ્રેનેજ લાઈન નાખવાના કામમાં રાજારામ કંસ્ટ્રકશન દ્વારા રજૂ કરાયેલા ૬૧.૯૮ લાખના બિલમાં અનિયમીતતા મળી છે. તા.ર૭/૬/૧૯ થી ૧૦/૧૦/૧૯ સુધીમાં કુલ ૬ ટ્રેકટર દ્વારા ૮૧૦ ફેરા કરવામાં આવ્યા હતા. બિલમાં રજૂ કરાયેલા ટ્રેકટરના આરટીઓ પાસીંગના નં.ની ચકાસણી કરતા એક ટ્રેકટર દાહોદ પાસીંગનું, એક સુરેન્દ્રનગર પાસીંગનું હોવાનું સામે આવ્યું હતુ. અન્ય બે વાહનોના નંબરનો ડેટાબેઈઝ આરટીઓમાં નોંધાયેલો જ નથી ! અન્ય એક વાહનના જે નંબર દર્શાવાયા હતા તે હોન્ડા ટુ વ્હીલર દર્શાવે છે.
  ટ્રેકટરના ફેરામાં ઉપયોગમાં લેવાયેલા વાહનોને અધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા હતા ત્યારે પ વાહનોમાં જબરી ગોલમાલ મળી આવતા ફેરા કૌભાંડમાં અધિકારીઓની સંડોવણીની ભૂમિકા નકારી શકાતી નથી. મ્યુ.કમિશનર દ્વારા તપાસ શરૂ કરાઈ છે પરંતુ કૌભાંડીઓ અંજામ સુધી પહોંચે છે કે તપાસનું ડીંડક ચાલુ રહે છે તે જોવું રહ્યું !

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન