રાજકોટ રેલવે સ્ટેશને સો ફૂટના પોલ રાષ્ટ્રધ્વજ - Sandesh
  • Home
  • Newspaper
  • રાજકોટ રેલવે સ્ટેશને સો ફૂટના પોલ રાષ્ટ્રધ્વજ

રાજકોટ રેલવે સ્ટેશને સો ફૂટના પોલ રાષ્ટ્રધ્વજ

 | 12:34 am IST

  • દેશના એ વન કેટેગરી સ્ટેશનોએ ધ્વજ ફરકાવવાના નિર્દેશ મુજબ
  • ભકિતનગર સ્ટેશને ૬૯ લાખના ખર્ચે ૨૦ વ્યકિત વહનક્ષમતાની લીફટ માટે ભૂમિ પૂજન

રાજકોટ : ભારતીય રેલવે મંત્રાલયે દેશભરમાં આવેલા એ વન કેટેગરીના રેલવે સ્ટેશનોએ સો ફુટ ઉંચાઈના પોલ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કરેલા નિર્દેશ મુજબ આ કક્ષામાં રાજકોટ રેલવે જંકશન રેલવે સ્ટેશન આવતુ હોવાથી રાજકોટના જંકશન રેલવે સ્ટેશન પર બનાવવામાં આવેલા સો ફુટના ઉંચા પોલ ઉપર સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુુ. હવે અહી કાયમી ધોરણે રાષ્ટ્રધ્વજ ફરકતો રહેશે. આ પ્રસંગે રાજકોટ રેલવે ડીવીઝનના પ્રબંધક પી.બી નિનાવે અને ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર રવિન્દ્ર શ્રાીવાસ્તવ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. સાંસદ મોહન કુંડારિયાના હસ્તે સવારે સાડા નવ કલાકે જંકશન સ્ટેશન પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ આરપીએફ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ અપાયુ હતુ તેમજ રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યુ હતુ
આ કાર્યક્રમ સંપન્ન થયા બાદ રાજકોટ ડીવીઝનના સંચાલનમાં રહેલા ભકિતનગર રેલવે સ્ટેશન પર બુઝર્ગ , અપંગો , વિકલાંગો માટે રૂ.૬૯.૭૦ લાખના ખર્ચથી નિર્માણ થનારી એકી સાથે ૨૦ વ્યકિતની વહન કરી શકે એવી ભારે ક્ષમતાવાળી લીફટનું પણ ભુમિપૂજન કરવામાં આવ્યુ હતુ . આ ઉપરાંત ૫૫ લાખના ખર્ચે પ્લેટફોર્મ શેડ વિસ્તરણ કાર્યનું પણ ભુમિ પૂજન થયુ હતુ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન