રાજગઢનાં નાસતા આરોપીઓ સંતરોડથી ઝડપાયા - Sandesh
  • Home
  • Baroda
  • રાજગઢનાં નાસતા આરોપીઓ સંતરોડથી ઝડપાયા

રાજગઢનાં નાસતા આરોપીઓ સંતરોડથી ઝડપાયા

 | 3:53 am IST

। ગોધરા ।

મોરવા(હ) પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીબીશન અને રાજગઢ પોલીસ મથકે નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને સંત રોડથી ઝડપી લીધા છે. નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ દરમિયાન ઝડપી લેવાયા છે. રાજગઢ પોસઇ જે.એન. પરમાર અને સ્ટાફ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ રાખવામાં આવી હતી. દરમિયાન પોસઇ જે.એન. પરમાર સહિત દ્વારા પેટ્રોલીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી હરીશ કૈલાસભાઇ ગડરીયા- લીમડી, તા. ઝાલોદની અને રાજગઢ પોલીસ મથકે નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા કનુભાઇ ઉર્ફે કનૈયો વીંછીયા મંડોર – ગુલબાર, તા. ગરબાડા, જી. દાહોદની સંતરોડથી બાતમીના આધારે ધરપકડ કરી હતી.

;