રાજપારડીમાં વાહનની અડફેટે કેબલો આવતા બે વીજપોલ તૂટી પડયા - Sandesh
  • Home
  • Baroda
  • રાજપારડીમાં વાહનની અડફેટે કેબલો આવતા બે વીજપોલ તૂટી પડયા

રાજપારડીમાં વાહનની અડફેટે કેબલો આવતા બે વીજપોલ તૂટી પડયા

 | 3:11 am IST

 

ા રાજપારડી ા

રાજપારડીમાં સ્ટેટ હાઇવે ઉપર વાહનની અડફેટમાં કેબલો આવી જતાં બે વીજપોલ ધરાશાયી થયા હતા. વાહન ચાલકના વાંકે નિલકંઠ નગર સોસાયટી, રૃષી નગરના પરિવારોને વીજ પુરવઠા વગર રહેવાનો વારો આવ્યો હતો. ઘટના જાણ વીજ વિભાગને થતાં તુરંત નાયબ ઇજનેર સહિતનો કર્મચારીઓનો કાફલો સમારકામ કરવા પહોંચ્યો હતો.

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે સ્ટેટ હાઇવે ઉપર અજાણ્યા વાહનની અડફેટ માર્ગની ઉપરથી પસાર થતા વીજ કેબલો આવી જતાં બંને તરફના વીજ પોલો પડી જતાં નગરના કેટલાક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજ પુરવઠો બંધ થવાના પગલે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.વીજ કંપનીને ૫૦ હજાર રૃપિયા ઉપરાંતનું નુકસાન થવા પામ્યુ છે. ઘટનાની જાણ રાજપારડી વીજ વિભાગમાં થતાં ઘટના સ્થળે નાયબ ઇજનેર સહિત વીજ કંપનીની ટીમોએ તુરંત પહોંચીને રાત્રી દરમિયાન સમારકામ હાથ ધર્યુ હતું અને નગરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો.

;