રાજપીપલામાં ત્રણ શાળાઓ ફાયર સેફ્ટીના અભાવે સીલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રાજપીપલામાં ત્રણ શાળાઓ ફાયર સેફ્ટીના અભાવે સીલ

રાજપીપલામાં ત્રણ શાળાઓ ફાયર સેફ્ટીના અભાવે સીલ

 | 2:54 am IST

નવદુર્ગા,રાજેન્દ્ર અને ગર્વમેન્ટ હાઈસ્કૂલ સીલ અનિિૃત સમય માટે શાળા બંધ રાખવા હુકમ કરાયો

ા કેવડિયાકોલોની ા

રાજપીપલામાં આવેલી ત્રણ શાળાઓ નવદુર્ગા હાઈસ્કૂલ, રાજેન્દ્ર હાઈસ્કૂલ, તથા ગવર્મેન્ટ હાઇસ્કૂલને નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે. માંડ માંડ શરૂ થયેલી શાળાઓ સીલ કરવામાં આવતાં વિદ્યાર્થીઓનુ ભણતર અટકી ગયું છે.

રાજપીપલા નગર પાલિકાને વર્ષો બાદ જાણે ઊંઘ ઊડી હોય તેમ હવે રહી રહી ને શાળાઓ માટે ફયર સેફ્ટી યાદ આવી છે. થોડાં દિવસો પહેલા શાળાઓને રાજપીપળા નગર પાલિકાએ નોટિસ આપી હતી કે ફયર સેફ્ટી નથી અને ફયરસેફ્ટી માટેનું સર્ટિફ્કિેટ પણ ન હોવાના કારણે આખરે રાજપીપળા શહેરની ત્રણ મોટી સ્કૂલ કહી શકાય તેવી નવદુર્ગા હાઈસ્કૂલ, રાજેન્દ્ર હાઈસ્કૂલ, ગવર્મેન્ટ હાઇ સ્કૂલને નગરપાલિકા દ્વારા તાળા બંધી કરાઈ હતી. આજે ચીફ્ ઓફ્ીસર દ્વારા શાળાઓ સીલ કરવામાં આવતાં હાલ પુરતું વિધાર્થીઓનું ભણતર અટકી ગયું.છે કેમકે માંડમાંડ વિધાર્થીઓ નું ભણતર શરૂ થયું અને ફયર સેફ્ટીને કારણે શાળાઓ બંધ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આગામી ૧૮ તારીખથી શાળાઓમાં પ્રથમ એકમ કસોટી શરૂ થઈ રહી છે અને શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓનુ ભાવિ અંધકારમય બની ગયુ છે.

બાળકોની સાવચેતીને ધ્યાનમાં રાખી છે

રાજપીપલા નગરપાલિકાના ચીફ્ ઓફ્સિરે જણાવ્યું હતું કે અમને સુરત ડિવિઝન તરફ્થી સૂચના મળી છે કે બાળકોની સાવચેતીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે વળી ફયર સેફ્ટીના નિયમોનું પાલન કરવાનું હોય છે તે આ શાળાઓએ પાલન કર્યું નથી જેથી અમારે બાળકોની સેફ્ટીને ધ્યાને રાખી આ ત્રણ શાળા સીલ કરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;