રાજપીપળામાં ચોથા દિવસે રાબેતા મુજબ પાણી અપાયંુ - Sandesh
  • Home
  • Baroda
  • રાજપીપળામાં ચોથા દિવસે રાબેતા મુજબ પાણી અપાયંુ

રાજપીપળામાં ચોથા દિવસે રાબેતા મુજબ પાણી અપાયંુ

 | 3:53 am IST

પાઇપલાઇનમાં ભંગાણનું સમારકામ પૂર્ણચાર દિવસમાં ૪૦૦થી વધુ ટેન્કરોથી પાણી અપાયું

ા રાજપીપળા ા

નર્મદાના વડા મથક રાજપીપળા ખાતે છેલ્લા ચાર દિવસથી જીઇબી કચેરી સામે ખાનગી મોબાઇલ કંપની દ્વારા કેબલ વાયરો નાંખવાની કામગીરી કરાતા જેસીબી મશીનથી નગર પાલીકાની પીવાના પાણીની પાઇપ લાઇન તોડી નાંખતા મેઇન પાઇપમા ભંગાણ સર્જાયુ હતુ. જેને સમારકામ કરતા ચાર દીવસ લાગ્યા હતા. જેને કારણે નગરમા પીવાના પાણીનો પુરવઠો બંધ કરાતા પાણીની રામાયણ સર્જાઇ હતી. જેના વિક્લ્પમા છેલ્લા ચાર દીવસથી રાત દીવસ સતત પલીકાના કર્મચારીઓ દ્વારા ૪૦૦થી વધુ ટેન્કરો દ્વારા પાણી પુરવઠો પુરુ પાડવામા આવ્યું હતું. ચોથે દિવસે સમારકામ પુર્ણ થતા રાબેતા મુજબ પાણી આપવાનુ શરુ કરાતા લોકોએ રાહતનો દમ લીધો હતો. જોકે ખાનગી મોાબઇલ કંપની દ્વારા થયેલા ખોદકામની બેદરકારીને કારણે આમ જનતાને અને નગર પાલીકા તંત્રને ચાર દિવસ સુધી અનેક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જેથી નગર પાલિકાને ભારે નુકશાન થયુ હતું. જોકે ચીફ ઓફીસર દ્વારા કંપનીને કારણદર્શક નોટિસ પાઠવીને થયેલા નુકશાનીનો ખર્ચ કંપની પાસેથી વસૂલ કરવાની કાર્યવાહી નગર પાલીકાએ હાથ ધરી છે.

;