રાજપીપળામાં ભ્રષ્ટાચાર વિરોધી કૉંગ્રેસની જનજાગરણ યાત્રા યોજાઇ - Sandesh
  • Home
  • Newspaper
  • રાજપીપળામાં ભ્રષ્ટાચાર વિરોધી કૉંગ્રેસની જનજાગરણ યાત્રા યોજાઇ

રાજપીપળામાં ભ્રષ્ટાચાર વિરોધી કૉંગ્રેસની જનજાગરણ યાત્રા યોજાઇ

 | 3:14 am IST

 

રાજપીપળા ઃ રાજપીપળામાં આજે ભ્રષ્ટાચાર અને મોંઘવારી વિરોધી કોંગ્રેસની જનજાગરણ યાત્રા નીકળી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફ્થી સમગ્ર ગુજરાત માં હાલ જનજાગરણ યાત્રાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તે મુજબ નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે રાજપીપળામાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિરોધી જનજાગરણ યાત્રાનો આંબેડકર ચોકથી પ્રારંભ થયો હતો. જે મુખ્ય માર્ગ પર ફ્રી સબજેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે તેનું સમાપન થયું હતું. ત્યારબાદ કોંગી આગેવાનોએ સભ્ય નોંઘણી શરુ કરી હતી. તો યુથ કોંગ્રેસના ચૂંટાયેલા હોદ્દેદારોનું સન્માન રાખવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં પ્રભારી માનસિંગ ડોડીયા તેમજ પ્રદેશ મંત્રી હરેશ વસાવા ધારાસભ્ય પી ડી વસાવા શહેર કોંગ્રેસ પ્રમુખ માલવ બારોટ વગેરે જોડાયા હતા

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;