રાજપીપળામાં રાજેન્દ્ર સોસા.માં સોનીના મકાનમાં સીસીટીવીમાં ચાર બુકાનીધારીઓ દેખાયા   - Sandesh
  • Home
  • Newspaper
  • રાજપીપળામાં રાજેન્દ્ર સોસા.માં સોનીના મકાનમાં સીસીટીવીમાં ચાર બુકાનીધારીઓ દેખાયા  

રાજપીપળામાં રાજેન્દ્ર સોસા.માં સોનીના મકાનમાં સીસીટીવીમાં ચાર બુકાનીધારીઓ દેખાયા  

 | 4:38 am IST

 

ઇમ્પાલા કારમાં તસ્કરો આવ્યા હતા

ા રાજપીપળા ા

રાજપીપળામાં મોડી રાત્રે ૨૧મી તારીખના રોજ રાજપીપળામાં લીમડાચોક અને રાજેન્દ્ર્રનગર સોસાયટીમાં એક જ રાતમાં એક દુકાન અને એક મકાન એમ બે ઠેકાણે તાળા તોડી તરખાટ મચાવનાર તસ્કરોને પકડવા સીસીટીવી કેમેરાનો ઉપયોગ શરુ કર્યો છે. જેમાં મળસ્કે પાંચ વાગ્યાના સુમારે રાજેન્દ્ર નગર સોસાયટીમા અમન સોનીના બંધ ઘર પાસે સવારે ૪.૫૯ મીનીટે ઇકકો કાર ઉભી રહી હતી તેમાંથી ચાર બુકાનીધારી તસ્કરો કારમાંથી ઉતર્યા હતા.જેમાં એક જણ કારમાં બેસી રહયો હતો, બાકીના ચાર જણાએ ઘરના પહેલા દરવાજાને તાળુ મારેલ હતુ તે તાળાનો નકૂચો તોડીને આગળો ખોલીને પહેલા રૃમમાં પ્રવેશ્યા હતા. તેમને પાસે ચપ્પુ, સ્ટીલનો સળીયો જેવા સાધનો હતા, તેનાથી પળવાર બીજા દરવાજાનો પણ તાળા ખોલ્યા વગર નકૂચો તોડી આગળો ખોલી નાંખ્યો હતો અને અંદર પ્રવેશી તિજોરી ખોલી પણ કોઇ દાગીના કે પૈસા ન મળતા કશુ પણ લીધા વિના બે જ મીનીટમા ૫.૦૨ મીનીટે બહાર નીકળીને ગાડીમા બેસીને ભાગી ગયા હતા અને બહાર નીકળતી વખતે તેમના હાથમા તાળા તોડવાના હથીયારો હતા. માથે કાળી ટોપી અને મોં પર રૃમાલ બાંધેલો હોવાથી વહેલી સવારના અંધારામાં ચહેરા ઓળખી શકાયા નહોતા પણ સીસીટીવી કેમેરામા આ તસ્કરોનુ પરાક્રમ બહાર આવી જતા તસ્કરો ભાગી ગયા પછી પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ચોરીની તપાસ આદરી છે.

ચોરી પ્રકરણમાં વપરાયેલ એમ્પાલા કાર ચોરી કરાયેલ કાર હોવાનું બહાર આવ્યું

રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટી અને લીમડા ચોકમાં થયેલી ચોરી પ્રકરણમા એક જ ગેંગે ચોરીનો પ્રયાસ કર્યો હોવાનુ બહાર આવ્યુ હતુ , પોલીસે સીસીટીવી કેમેરાનુ ફૂટેજ જોતા તેમાએમ્પાલા કાર બારડોલી પાસીંગની હોવાનુ અને ચોરી કરેલ કાર હોવાનુ તપાસમા બહાર આવ્યુ હોવાનુ ટાઉન પીઆઇ આરએન રાઠવાએ જણાવ્યુ હતુ.અંધારૃ હોવાથી અને મોઢે રૃમાલ બાંધેલા હોવાથી ચહેરા ઓળખાયા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;