રાજપીપળામાં શ્રીજીનું બેટી બચાવો બેટી પઢાવોના થીમ ઉપર ડેકોરેશન - Sandesh
  • Home
  • Baroda
  • રાજપીપળામાં શ્રીજીનું બેટી બચાવો બેટી પઢાવોના થીમ ઉપર ડેકોરેશન

રાજપીપળામાં શ્રીજીનું બેટી બચાવો બેટી પઢાવોના થીમ ઉપર ડેકોરેશન

 | 2:04 am IST

નવાફળિયા માછી યુવક મંડળની દર વર્ષે સરકારની યોજના પર થીમ

ગણપતિદાદા શિક્ષક બની વિર્દ્યાિર્થનીઓને ભણાવે છે

ા રાજપીપળા ા

રાજપીપળામા ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. આયોજકો નગરમા વિવિધ મુદ્રામાં, વિવિધ થીમ ઉપર ગણેશ મૂર્તિઓ ડેકોરેશન કરે છે. જેને જોવા લોક ટોળા ઉમટે છે. પણ રાજપીપળા નવાફળીયા માછી યુવક મંડળની પ્રવૃત્તિ બીજા કરતા કંઇક અલગ જ છે, આ શેરીના આયોજકો દર વર્ષે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાની થીમ ઉપર ગણેશ મૂર્તિઓ બેસાડે છે.

આ વર્ષે રાજપીપળા નવાફળીયા માછી યુવક મંડળદ્વારા આ વર્ષે ગણપતિદાદા બેટી બચાવો બેટી પઢાવોના થીમ ઉપર ડેકોરેટ કરેલા શ્રીજીના દર્શન કરવા લોકટોળા ઉમટયા છે. જેમા ગણપતિદાદાને શિક્ષક બનાવાયા છે. તેમજ નીચે વિદ્યાર્થીનીઓને ભણાવતા બતાવાયા છે તો બાજુમા ભૃણ હત્યા અટકાવો એવો મેસેજ આપી ગર્ભમા બાળકની હત્યા કરવીએ પાપ છે. બેટી બચાવો, બેટી પઢાવોના મેસેજ સાથે કરાયેલ ડેકોરેશના સરીતા ગાયકવાડ, કલ્પના ચાવલા જેવી વૈજ્ઞાાનિક મહીલાઓની તસવીરો મૂકી છે.

;