રાજપીપળામાં ૧૫૦ યુવાનો તલવારના કરતબો સાથે માતાજીની આરતી કરશે - Sandesh
  • Home
  • Baroda
  • રાજપીપળામાં ૧૫૦ યુવાનો તલવારના કરતબો સાથે માતાજીની આરતી કરશે

રાજપીપળામાં ૧૫૦ યુવાનો તલવારના કરતબો સાથે માતાજીની આરતી કરશે

 | 3:16 am IST

આજે હરસિદ્ધિ મંદિરે યુવકો તલવાર આરતી કરશે

ા રાજપીપળા ા

રાજપીપળા હરસિધ્ધિ માતા મંદિરના ચોકમા નવરાત્રીના સપરમા પર્વે ૧૪મીએ રવિવારે રાજપૂત સમાજના યુવાનો દ્વારા પાંચમી તલવાર મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ રાખવામા આવ્યો છે. જેમા રવિવારે સાંજના ૭.૩૦ કલાકે રાજવંત પેલેસથી શોભાયાત્રા નીકળશે. જેમાં શ્રીમંત મહારાજા રઘુવીર સિંહજી મહારાજ અને તેમની સાથે તેમનો રાજવી પરિવાર તથા રાજપૂત સામાજના આગેવાનો સફેદ વસ્ત્રો અને ફેંટાસજાવીને રાજવી પારંપરીક પોશાકમા સજ્જ થઇને શોભાયાત્રામા જોડાશે. જેમા માતાજીનો રથ પણ નીકળશે સાથે જીપમાં ૮ ફૂટની તલવાર લોકો જોઇ શકે તે રીતે કાચની પેટીમાં ગોઠવવામાં આવી છે.

આ તલવાર મહાઆરતીમા રજપૂત સમાજના ૧૫૦ જેટલા તાલીમ પામેલા યુવાનો તલવારના વિવિધ કરતબો સાથે તલવાર દ્વારા મહાઆરતી કરી માતાજીની ઉપાસના કરશે. આ માટે રાજપીપળામા છેલ્લા ૩ માસથી યુવાનો તલવારબાજીની પ્રેકટીસ કરી રહયા છે. પાંચ વર્ષથી યોજાતી તલવાર મહાઆરતી ગુજરતામા એકમાત્ર રાજપીપળા ખાતે યોજાય છે. ૨૦૧૪મા સ્વસ્તીકના પ્રતિક પર મહાઆરતી યોજાઇ હતી. ૨૦૧૫મા મા શબ્દ લખી તેના થીમ પર, ૨૦૧૬મા ત્રિશુલ, ૨૦૧૭મા ગયા વર્ષે કમળ રાખેલુ આ વર્ષે સૂર્યોદયનુ નિશાન થીમ રાખેલ છે. સતત ૧ કલાક સુધી ચાલનારી આ તલવાર આરતી જોવા હકડેઠઠ ભીડ જામે છે. ત્યારે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે. મા હરસિધ્ધિ રાજવી પરિવારની અને રાજપૂતોની કૂળદેવી ગણાતી હોવાથી માતાજી પ્રત્યે અપાર શ્રધ્ધા અને ભક્તિભાવ હોવાથીરાજપૂત સમાજ ભારે ઉત્સાહ પૂર્વક આ તલવાર મહાઆરતીનુ ભવ્ય આયોજન કરે છે જે લોક આકર્ષણનુ કેન્દ્ર બની ગયું છે.

;