રાજપીપળામા વોર્ડ નંબર એકમાં શિયાળાનાં પ્રારંભે પાણીનો કકળાટ - Sandesh
  • Home
  • Newspaper
  • રાજપીપળામા વોર્ડ નંબર એકમાં શિયાળાનાં પ્રારંભે પાણીનો કકળાટ

રાજપીપળામા વોર્ડ નંબર એકમાં શિયાળાનાં પ્રારંભે પાણીનો કકળાટ

 | 4:36 am IST

વિસ્તારોમાં વાલ્વ ખરાબ હોવાનુ ચીફ ઓફિસરે કબુલ્યું

વિસ્તારમાં પૂરતા ફોર્સથી અને પુરતું પાણી ન આવતુ હોવાની બૂમો

ા રાજપીપળા ા

નર્મદાના વડામથક રાજપીપળામાં શિયાળાના પ્રારંભે પાણીનો કકળાટ વધવા પામ્યો છે. ખાસ કરીને રાજપીપળાના વોર્ડ નં.૧માં આવતા કાછીયાવાડ, સોનીવાડ, કસ્બાવાડ, વડફળિયા, કાઝી ફળિયા સહિતના વિસ્તારોમાં પાણીની બૂમો શરૃ થઇ ગઇ છે. આ વિસ્તારમાં પાણી આવતુ ન હોવાથી તેમજ કેટલાક વિસ્તારોમાં પુરતા ફોર્સથી પાણી આવતુ ન હોવાથી નગરજનોમાં પીવાના પાણીનો કકળાટ શરૃ થયો છે.

આ બાબતે રહીશોએ પાલિકા સદસ્ય સલીમભાઇ સોલંકી, મહેશભાઇ કાછીયાને રજૂઆત કરતા સદસ્યોને રહીશોવતી નગરપાલિકાના ચીફ ઓફિસર અમીત પંડયાને રૃબરૃ મળી લોકોની ઉગ્ર રજુઆત કરી હતી. જેમાં કેટલીક જગ્યાઓએ વાલ્વ ખરાબ હોવાનંુ પાલિકા ચીફ ઓફિસરે કબૂલ કર્યુ હતું અને સભ્યોની રજુઆત સાંભળી યોગ્ય નિકાલ કરી પાણી લોકો સુધી સમયસર અને યોગ્ય પ્રમાણમાં પહોંચે તેવી બાહેંધરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;