રાજપીપળા ટેકરા ફળિયા સંતોષ નગરમંા વધુ બે ઠેકાણે તાળાં તૂટયા - Sandesh
  • Home
  • Newspaper
  • રાજપીપળા ટેકરા ફળિયા સંતોષ નગરમંા વધુ બે ઠેકાણે તાળાં તૂટયા

રાજપીપળા ટેકરા ફળિયા સંતોષ નગરમંા વધુ બે ઠેકાણે તાળાં તૂટયા

 | 4:38 am IST

બંધ મકાનના જાળીના દરવાજાના નકૂચા તોડી ઘરમા પ્રવેશી તિજોરી તોડી

બીજા ઘરના કંપાઉન્ડ વોલના દરવાજાના નકૂચા તોડી તસ્કરો પ્રવેશ્યા

ા રાજપીપળા ા

રાજપીપળા રાજેન્દ્રનગર અને લીમડાચોકમા ચોરીના બે બનાવોના સમાચારની શાહી હજી સુુકાઇ નથી, ત્યાંજ રાજપીપળા ટેકરા ફળીયા સંતોષનગરમાં વધુ બે ઠેકાણે તાળા તૂટતા ચકચાર મચી જવા પામી છે.ટેકરા ફળીયા સંતોષનગરમાં બંધ મકાનના જાળીના દરવાજાના નકૂચા તોડી ઘરમાં પ્રવેશી તિજોરી તોડવાનો તેમજ બીજા ઘરના કંપાઉન્ડ વોલના દરવાજાના નકૂચા તોડી ઘરમાં ઘુસી ચોરી કરવાનો પ્રયાસ કરતા બે દિવસમાં ચાર ચાર મકાનોના તાળા તુુટતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે રાજપીપળા પોલીસમાં ફરિયાદી ફળીયાટેકરા ફળીયા, રાજપીપળાના રહેવાસી રમણભાઇ નાથીયાભાઇ વસાવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદી રમણભાઇના બંધ મકાનના મેઇન જાળીના દરવાજા તથા તેની અંદરના મેઇન લાકડાના દરવાજાના હેન્ડલ નીચેના નકુચામાં લોખંડના સળીયા જેવુ કોઇ સાધન નાંખી નકૂચો તોડી નાંખ્યો હતો, અને મકાનમાં પ્રવેશ કરી મકાનની અંદરના બંને બ્ેાડરૃમમા તેમજ બેડરૃમની અંદરમી પતરાની તિજોરીઓ ખોલી હતી તેમજ બીજા રહીશ અનિલભાઇ શિવરામભાઇ વસાવાના મેઇન કંપાઉન્ડવોલા ના દરવાજાને જાળીના હેન્ડલનો નકૂચો તોડી ચોરી કરવાની કોશીશ કરતા પોલીસે ચોરીનો ગુનો નોંધીકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;