રાજપીપળા નજીક ૧૪.૬૨ લાખની તુવેરદાળ વેચી દેનાર બે ઝડપાયા - Sandesh
  • Home
  • Newspaper
  • રાજપીપળા નજીક ૧૪.૬૨ લાખની તુવેરદાળ વેચી દેનાર બે ઝડપાયા

રાજપીપળા નજીક ૧૪.૬૨ લાખની તુવેરદાળ વેચી દેનાર બે ઝડપાયા

 | 4:36 am IST

ખામર ગામ નજીક તુવેરદાળના કટ્ટા અન્ય ટ્રક્માં મુકી દેવાયા

પોલીસે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

। રાજપીપલા ।

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક રૃપિયા ૧૪.૬૨ લાખની કિંમતની તુવેરદાળ બારોબાર વેચી મારનાર બે ઇસમોની મુદ્દામાલ સાથે આમલેથા પોલીસે ધરપકડ કરી છે. આમલેથા પોલીસે ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે બંને આરોપીને દબોચી લીધો હતો.

ગઇ તા. ૫-૧૧-૨૦૧૯ના રોજ આમલેથા પોલીસ સ્ટેશનમાં ગજાનંદ મધુકર રાવ ગોલીવાલેની ફરિયાદ મુજબ ટ્રક નં. જી.જે ૦૧ એ. ડબલ્યુ ૩૯૩૬ના ડ્રાઇવર સમીર કાદરભાઇ આરબ, રહે. સુરેન્દ્રનગરને દાળની મીલ મહારાષ્ટ્ર ખાતેથી તુવરની દાળના ૫૦ કિલોના કટ્ટા નંગ-૪૨૦ કુલ વજન ૨ ટન, કિંમત રૃા. ૧૬,૩૮,૮૬૬ની તુવેરદાળ ભરીને વાસદ ખાતે શિવલીંગ માર્કેટીંગમાં આપવા માટે મોકલ્યા હતા. તે વખતે સમીર કાદરભાઇ આરબે રસ્તામાં રાજપીપળા પાસે ખામરઘાટ નજીક ફિરોજ જીગરભાઇ ચામડિયા રહે. સુરેન્દ્રનગરને તુવેરદાળના કટ્ટા વેચવા માટે બીજી ટ્રકમાં ભરી અમુક કટ્ટા વેચી મારી વેપારી સાથે છેતરપિંડી કરી હતી. આ બાબતે આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા આમલેથા પી.એસ.આઇ. એમ.બી. વસાવા તથા તેમની ટીમે તત્કાલ તપાસ કરતા તુવેરદાળના કટ્ટા ૧૭૫ રૃ.ની કિંમત લેખે ૧૪,૬૨,૫૦૦નો મુદ્દામાલ રિકવરીની તપાસ માટે એક ટીમે સુરેન્દ્રનગર ખાતે મોકલી હતી. ત્યાંથી તુવેર દાળના ૩૭૫ કટ્ટા ૧૮૭.૫૦ ક્વિન્ટલ કિંમત રૃા. ૧૪,૬૨,૫૦૦ પૈકી તુવેરદાળ કટ્ટા નંગ ૩૪૦ કિંમત રૃા. ૧૩,૬૨,૫૦૦ પૈકી તુવેરદાળ કટ્ટા નંગ ૩૪૦ કિંમત રૃા. ૧૩,૨૬,૦૦ સુરેન્દ્રનગર ખાતેથી કબજે કરી રિકવર કર્યા તેમજ સમીર કાદરભાઇ આરબ રહે. સુરેન્દ્રનગરની અટક કરી કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન તેનો સાથીદાર ફિરોજ જીગરભાઇ ચામડિયા રહે. સુરેન્દ્રનગરનો મોબાઇલ નંબર મેળવી તેને વિશ્વાસમાં લઇ આમલેથા પોલીસ સ્ટેશનમાં બોલાવી પુછપરછ કરતાં પોતે ગુનો કર્યાની કબુલાત કરતા તેની પણ અટક કરી, ગુનામાં વાપરેલ ટ્રક પણ અટક કરી, ગુનામાં વાપરેલ ટ્રક પણ કબજે કરી બંને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ હેઠળ રાખવામાં આવ્યા છે. આમલેથા પોલીસનું આ કામ સરાહનીય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;