રાજપીપળા નવી જેલમાં ૪૫ કેદીઓને પોલીસ જાપ્તા સાથે ટ્રાન્સફર કરાયા – Sandesh
NIFTY 10,408.15 +29.75  |  SENSEX 33,881.80 +107.14  |  USD 64.4950 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • રાજપીપળા નવી જેલમાં ૪૫ કેદીઓને પોલીસ જાપ્તા સાથે ટ્રાન્સફર કરાયા

રાજપીપળા નવી જેલમાં ૪૫ કેદીઓને પોલીસ જાપ્તા સાથે ટ્રાન્સફર કરાયા

 | 3:54 am IST

નવી જેલમાં ટ્રાન્સફર કરાયેલામાં ૧ મહિલા અને ૧૫ ખૂંખાર કેદીઓનો સમાવેશ

નવી જેલમાં લાયબ્રેરી, મેડિટેશન હોલ, ટ્રેનિંગ વર્ગો, જિમ,ગાર્ડનની સુવિધા

રાજપીપળા, તા. ૯

રાજપીપળા જીતનગર ખાતેની આધુનિક નવી બનાવેલ જિલ્લા જેલમા આજે ૪૫ કેદીઓને લોખંડી પોલીસ જાપ્તા સાથે ટ્રાન્સફર કરવામા આવ્યા હતા. જૂૂની જેલમાથી ૪ જેટલા પોલીસ વાહનોમા સશસ્ત્ર પોલીસ જાપ્તા સાથે કેદીઓને સીફ્ટ કરાયા હતાં. જેમા ૧ મહીલા કેદી સહીત ૧૫ ખૂંખાર કેદીઓનો પણ સમાવેશ થયો છે.

જેલ સુપ્રિટેન્ડન્ટ એમ એલ ગમારાના જણાવ્યા અનુસાર નર્મદાના વડા મથક રાજપીપળા ખાતે રાજા રજવાડા વખતથી૧૯૫૦મા સબજેલ કાર્યરત બની હતી. આ જેલ નાની પડતી હોવાથી સરકારે ૨૮ કરોડના ખર્ચે આધુનિક સુવિધાવાળી અદ્યતન નવી જેલ રાજપીપળા નજીક જીતનગર ખાતે તૈયાર કરી છે. જૂનીજેલની કેપસીટી ૯૪ કેદીઓની હતી. જેે ભવિષ્યનો વિચાર કરીને નવીજેલમા ૩૪૭ કેદીઓ સમાવી શકાય તેવી નર્મદા પોલીસ હેડક્વાર્ટરની પાછળના વિસ્તારમા આવેલી અધ્યતન સુવિધા સાથે ની આધુનિક જેલ તૈયાર થઇ ગઇ છે. જેમા આજે ૯મી ફેબ્રુઆરીના રોજ જુની જેલમાથી ૪૫ કેદીઓને નવી જેલમા ટ્રાન્સફર કરવામા ્આવ્યા છે. આ અગાઉ વૈદિક વિધિથી ભૂમી શુધ્ધીકરણ અને પંચકુંડી ગાયત્રી યજ્ઞા કરી જેલને શુધ્ધ અને પવિત્ર બનાવાઇ હતી. ત્યાર બાદ આજે જૂની જેલનુ ફર્નીચર, સામાન અને સ્ટાફ સહીત નવી જિલ્લા જેલમા ટ્રાન્સફર કરી આજથી નવી જેલને કાયાન્વીત બનાવી હોવાનુ જણાવ્યુ હતુ, જોકે ક્વીક રીસ્પોન્સ ટીમના પીએસઆઇ કે કે પાઠકના નેજા હેઠળ ૧૫ રીઢા ગુનેગાર કેદીઓ ને ખાસ પોલીસ જાપ્તા સાથે અલગ વાહનમા જીતનગર લવાયા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજારજવાડા વખતની આ જુુની જેલમાથી બેથી ત્રણ વાર કેદીઓ ભાગી જવાના કીસ્સા બન્યા હતાં. તેમજ ૩ બેરેક ધરાવતી જગ્યા નાની પડતી હતી. તેથી નવી જેલની માંગ થઇ હતી, હવે ૩૪૭ કેદીઓની ક્ષમતા ધરાવતી નવી જેલમા ૧૬ બેરેકની સાથે ૨ મહીલા બેરેક ધરાવતી જેલમા અધ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામા આવી છે.

આ નવી વિશાળ જગ્યામા આવેલી નવી જેલમા જેલમા લાયબ્રેરી, મેડીટેશન હોલ, ટ્રેનીંગના વર્ગો, કાનુની સહાય કેન્દ્ર, લાઇવ વાયરો સાથેના હાઇમાસ્ટ લાઇનો, અદ્યતન જીમ, ગાર્ડન, ૧૦ બેડની પથારીવાળા દવાખાનાની પણ સુવિધાઉપલબ્ધ કરાઇ છે.

 

 

;