રાજપીપળા પાલિકામાં કમિટીની રચના સામે વિપક્ષોનો વિરોધ - Sandesh
  • Home
  • Baroda
  • રાજપીપળા પાલિકામાં કમિટીની રચના સામે વિપક્ષોનો વિરોધ

રાજપીપળા પાલિકામાં કમિટીની રચના સામે વિપક્ષોનો વિરોધ

 | 2:04 am IST

ભાજપાના સત્તાધીશો સામે નવું રાજકીય સંકટ

જો રચના થશે તો હાઇકોર્ટમાં રિટ કરીશું

ા રાજપીપળા ા

રાજપીપળા નગરપાલીકાએ ગત અઢી વર્ષ દરમ્યાન નગર પાલીકાના પ્રમુખ અલકેશસિહ ગોહીલે કમીટીની રચના કરી ન હતી. તેમજ કમીટીની રચના વગર અઢી વર્ષ ખેંચી કાઢયા હતાં. જેના કારણે રાજકીય ચર્ચાનો વિષય પણ બન્યો હતો. હવે પાલિકાના ભાજપાના ચાર સભ્યો સસ્પેન્ડ કરી એક અપક્ષના સહારા સાથે બીજા અઢી વર્ષ માટે ભાજપાએ સત્તાના સૂત્રો હસ્તગત કરી લેતા હવે બાકીના બીજા અઢી વર્ષ માટે ભાજપાના શાશકો ૧૭મી એ કમીટીની રચના કરવા જઇ રહયા છે. ત્યારે સત્તાથી વિમુખ કરનાર કોંગ્રેસ અને અપક્ષના સદસ્યો આડા ફાટયા છે. ૧૭મીએ પાલીકાની સમાન્ય સભામા વિરોધ કરી કમીટીની રચના સ્થગિત કરવાની વિપક્ષે માંગ ક્રી છે. જેમા વિરોધપક્ષના નેતા મુન્તઝીર શેખ, સદસ્યો ભરત વસાવા, કમલ ચૌહાણ,ઇલમુદ્દીન બક્ષી, સલીમ સોલંકી, સુરેશ વસાવા, કવીતા માછી, અલકા વાસાવા અને સરીતા વસાવાએ ૧૦ સદસ્યોએ જિલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરી કમીટીની રચના સ્થગિત કરવાની માંગ કરતા રાજકીય ગરમાવો આવી ગયોછે.

વધુમા વિપક્ષે પાલીકાના ભાજપાના સદસ્ય ગીતાબેન વસાવાનુ સભ્યપદ હાઇકોર્ટ દ્વારા રદ કરાયુ હોવા છતા તેમનુ સભ્યપદ ચાલુ રખાયુ હોઇ સત્તા પર ચીટકી રહેલા ગીતાબેનનુ સભ્યપદ તત્કાળ રદ કરવાની માગ ક્રી છે. તેમજ જ્યા સુધી ભાજપાના ૪ અસંતુષ્ઠોએ હાઇકોર્ટ મા કરેલ કેસનો નિકાલ જ્યા સુધી આવે નહી ત્યા સુધી કોઇપણ કમીટીની રચના થવી જોઇએ નહી. જો સમિતિઓની રચના કરશો તો હાઇકોર્ટમા આ પ્રકરણને પડકારવાની ચીમકી આપી છે.

;