રાજપીપળા સાથે નર્મદા જિલ્લામાં કેવડાત્રીજની શ્રદ્ધાપૂર્વક ઉજવણી - Sandesh
  • Home
  • Baroda
  • રાજપીપળા સાથે નર્મદા જિલ્લામાં કેવડાત્રીજની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

રાજપીપળા સાથે નર્મદા જિલ્લામાં કેવડાત્રીજની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

 | 3:38 am IST

પતિના માંગલ્ય સુખ માટે ભક્તિભાવપૂર્વક પૂજન

ભગવાન શંકરના માટીના શિવલીંગ બનાવી પૂજા કરાઇ

ા રાજપીપળા ા

નર્મદાના વડામથક રાજપીપળા ખાતે સૌભાગ્યવતી મહીલાઓએ પોતાના પતિના માંગલ્ય સુખ માટે કેવડાત્રીજનુ શ્રધ્ધા અને ભકિતભાવપૂર્વક પૂજન કરી વ્રત કર્યુ હતુ.

આજે કેવડાત્રીજનો  દીવસેરાજપીપળામા  રાજેન્દ્રનગર સોસાયટીમા દુર્ગામંદિીર સહીત વિવિધ શિવ મંદિરોમા મોટી સંખ્યામા સૌભાગ્યવતી મહીલાઓ પૂજાનીથાળી તથા પૂજાનો સામાન મા વિવિધ પ્રકારની વનસ્પતિ ઓ તથા ફળો, તેમજ કેવડાના ફૂલથી ભગવાન શંકરના માટીના શિવલીંગ બનાવી તેની પૂજા કરી કેવડાત્રીજનુ વ્રત શ્રધ્ધા અને ભકિતભાવપૂર્વક  કર્યુ હતુ. મંદિરના પૂજારી ગૌતમ મહારાજના કહ્યા મુજબ કેવડા શિવજીને પ્રિય હોવાથી કેવડાત્રીજના દિવસે સૌભાગ્યવતી મહીલાઓ કેવડાત્રીજનુ પૂજન ભારે શ્રધ્ધાથી કરે છે. પાર્વતીજી ભૂલથી કેવડા પર ચઢી ગયા હોવાથી  ત્યારથી કેવડાનુ પૂજની પ્રથા ચાલી આવે છે.

;