રાજપુતાના કંપનીના વિસ્તૃતિકરણ અંગે કાલોલમાં લોક સુનાવણી થઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • રાજપુતાના કંપનીના વિસ્તૃતિકરણ અંગે કાલોલમાં લોક સુનાવણી થઈ

રાજપુતાના કંપનીના વિસ્તૃતિકરણ અંગે કાલોલમાં લોક સુનાવણી થઈ

 | 3:17 am IST

કાલોલ-હાલોલ હાઈવે સ્થિત પ્રદૂષણ ફ્ેલાવતી હોવાથી

ા કાલોલ ા

કાલોલ હાલોલ હાઈવે પર અને કાલોલ તાલુકાના મધવાસ પંચાયતની હદ વિસ્તારમાં આવેલી રાજપૂતાના સ્ટીલ લિમિટેડ કંપની દ્વારા પ્લાન્ટના સૂચિત વિસ્તૃતિકરણ પરિયોજના અંગેની દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત મુજબ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણી અંગેની જાહેર નોટીસ આપવામાં આવી હતી. જે નોટિસ અંતર્ગત કંપનીના કાર્યાલય ખાતે મંગળવારે લોક સુનાવણી યોજવામાં આવી હતી જેમાં જીપીસીબીના પ્રાદેશિક અધિકારી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને કંપનીના બોર્ડ ઓફ્ ડિરેક્ટર્સ હાજર રહ્યા હતા.

આ લોક સુનાવણીમાં કાલોલના રાજુભાઈ દવે અને વિરેન્દ્ર મહેતા દ્વારા હાલમાં કંપનીમાંથી નીકળતા ધુમાડા અને અન્ય પ્રદુષણોને કારણે કાલોલ હાલોલ સુધી પ્રદુષણ ફ્ેલાય છે, બીજી તરફ્ ઘનકચરાના યોગ્ય નિકાલના અભાવે નજીકના ભૂસ્તરીય વિસ્તારમાં પાણીનું પ્રદુષણ પણ વધી રહ્યુ છે ત્યારે અનેકવિધ રીતે પ્રદુષણ ફ્ેલાવતી કંપનીના પ્લાન્ટના વિસ્તૃતિકરણથી આ પ્રદૂષણ વધશે તેની જવાબદારી કોણ ઉઠાવશે તેવા પ્રશ્નો ઉઠયા હતા. ૨૦૧૯માં કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓ ગુરદિપસિંહ પ્રેમસિંહ ચૌધરી અને મહેન્દ્રસિંહ દેસાઈભાઈ યાદવ કંપનીમાં સખત રીતે દાઝી જવાને કારણે જીવ ગુમાવ્યો હતો. એ સમયે મૃતક કર્મચારીઓના પરિવારજનો દ્વારા કંપની ઉપર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ત્યારે અનિયંત્રિત પ્રદૂષણ સહિત માનવ જીવનને જોખમમાં મૂકીને થતું વિસ્તૃતિકરણ કેટલા અંશે વ્યાજબી તેવા પ્રશ્નો ઉઠયા હતા. જોકે લોક સુનાવણી હોવા અંગે પાછળથી જાણ થતાં સ્થાનિક ગ્રામજનોનો કંપનીના વિસ્તૃતિકરણ પ્લાંટ બાબતે ઉગ્ર વિરોધ હોવાથી આગોતરા આયોજન સાથે કંપનીના સત્તાધીશો દ્વારા સુનાવણી વહેલી સમેટી લેવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;