રાજસ્થાનમાં કાર ટ્રેલર સાથે અથડાતાં રામપરાનાં બેનાં મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • રાજસ્થાનમાં કાર ટ્રેલર સાથે અથડાતાં રામપરાનાં બેનાં મોત

રાજસ્થાનમાં કાર ટ્રેલર સાથે અથડાતાં રામપરાનાં બેનાં મોત

 | 1:49 am IST
  • Share

વઢવાણ તાલુકાના રામપરા ગામથી સ્વામિનારાયણ મંદિરના સાંખયોગી બેનને છપૈયા મંદિર કારમાં લઇ જતા સમયે રાજસ્થાનમાં ટ્રેલર સાથે અકસ્માત સર્જાતા મહિલા સહિત બેના મોત થયા હતા અને બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વઢવાણ તાલુકાના રામપરા ગામથી સ્વામિનારાયણ મંદિરના સાંખયોગી બેનને કારમાં લઇને છપૈયા કથામાં લઇ જઇ રહ્યા હતા. એવામાં રાજસ્થાનમાં ચિતોડ હાઇવે ઉપર કારનો ટ્રેલર સાથે અકસ્માત થતા કાર ખાઇમાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં રામપરા ગામના કાર ચલાવનાર ચાવડા પરસોત્તમભાઇ રણછોડભાઇ અને સાથે બેઠેલા રામપરા ગામના મહિલા રાઠોડ ગીતાબેન મનુભાઇનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સાથે અન્ય એક મહિલા અને સાંખયોગીબેનને ગંભીર ઇજાઓ થતા બંનેને ઉદયપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આમ છપૈયા મંદિર જતા સમયે સર્જાયેલા અકસ્માતમાં રામપરા ગામના જ બે લોકોના કમકમાટીભર્યા મોત થતા ગામમાં માતમ છવાઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન