રાજુલાના ચારોડીયા ગામે ખેતરમાં ઘૂસી ઊભેલા ૪૯ વૃક્ષોની કત્લેઆમ - Sandesh
  • Home
  • Newspaper
  • રાજુલાના ચારોડીયા ગામે ખેતરમાં ઘૂસી ઊભેલા ૪૯ વૃક્ષોની કત્લેઆમ

રાજુલાના ચારોડીયા ગામે ખેતરમાં ઘૂસી ઊભેલા ૪૯ વૃક્ષોની કત્લેઆમ

 | 5:32 am IST
  • Share

  • પર્યાવરણ પ્રેમીઓમા છવાયેલો રોષ
  • ખેતરના માલિકે વૃક્ષછેદન કરનાર સામે નોંધાવી ફરિયાદ

। અમરેલી । રાજુલાના ચારોડીયા ગામે ખેતરમાં ઊભેલા મલબારી નીમના ૪૯ વૃક્ષોની કત્લેઆમ કરી દેવાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ આ મુદ્દે ખેતરના માલીકે વૃક્ષ છેદન કરનાર સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે રાજુલાના વાવેરા ગામે રહેતા ભીખાભાઈ પ્રેમજીભાઈ ગજેરાએ રાજુલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ચારોડીયા ગામના સીમ વિસ્તારમાં તેમનું કટકી નામનું ખેતર આવેલું છે જેની માલિકી તેમના નામે છે. ઘણા સમયથી તેઓ પોતાના આ ખેતરમાં ગયા ન હોવાથી તા. ૧પના રોજ તેઓ આ ખેતરમાં ગયા હતા ત્યારે જઈને જોયું તો ત્યાં ઊભેલા મલબારી નીમના ૪૯ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. નજીકમાં જ ખેતર ધરાવતા લાલજીભાઈ કોટડીયા દ્વારા તેમને અગાઉ કહેવામાં આવ્યું હતું તે તારા ખેતરમાંથી મલબારી નીમના ઝાડ તું કાપી નાખજે અને આ ઝાડના કારણે અહીંથી પસાર થતી પીજીવીસીએલની લાઈનમાં વારંવાર ફોલ્ટ આવે છે જેથી આ પ્રશ્ન પીજીવીસીએલનો છે તેવો જવાબ ખીભાભાઈએ આપ્યો હતો. બાદમાં લાલજીભાઈએ તેમની માલિકીના ખેતરમાં પરવાનગી વગર ગેરકાયદે રીતે પ્રવેશ કરી મલબારી નીમના ૪૯ વૃક્ષો કાપી નાખી રુ. ૪૯૦૦૦ની નુકસાની કર્યાની અને અગાઉ જો ખીભાભાઈ આ વૃક્ષો નહીં કાપે તો જાનથી મારી નાખવની ધમકી આપ્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો